આ અંધારું કંઇ ખપશે ના,
આદીલ ગઝલ સંભળાવ ફરી, આ અંધારું કંઇ ખપશે ના,
આ દિલને તું સમજાવ જરી, આ અંધારું કંઇ ખપશે ના,
એ અમદાવાદની શેરીમાં, કે અમેરીકાના ઘર ખાતે
તું ફરી કવન દે અજવાળી, આ અંધારું કંઇ ખપશે ના,
હું આજ કાલનો શાયર છું, શબ્દોની કિંમ્મત શું જાણું?
છે ધ્રુવ તું, રાહ દે બતલાવી, આ અંધારું કંઇ ખપશે ના,
શબ્દોમાં સઘળું પામું છું, હું બ્રહ્મ કહું કે મનસુરી?
બે ચાર સુર્ય દે પ્રગટાવી, આ અંધારું કંઇ ખપશે ના,
દફનાવો તો તેની સાથે, એક કલમ રહે ને એક પીંછીં
ઇશ્વરને જાશે સમજાઇ, આ અંધારું કંઇ ખપશે ના,
છે યાદ મળે તે ફોનની રીંગ, મેં વાત કરી આદીલ સાથે,
થઇ બેઠો અજવાષનો બંધાણી, આ અંધારું કંઇ ખપશે ના,
No comments:
Post a Comment