આજે ઑફિસથી ઘરે જઈશ ઉમંગે-ઉમંગે,
સજાવીશ 'રાખી'ની થાળી ઉમંગે-ઉમંગે.
મૂકીશ ચપટી કંકુ ને સાથે ચપટી ચોખા;
કહીશ - આપણે ક્યાં છે અંતરથી નોખાં?
આજે 'રાખી',છલકે આંસુ બની પ્રેમ બહેનાનો;
જોઇયે છે પ્રેમ,બાકી મને શોખ ક્યાં છે ગહેનાનો?
રેશમી દોરી છે, પણ ગાંઠ મજબૂત છે;
આપણે દૂર છીએ, પણ સંબંધ સાબૂત છે.
યાદ છે બાંધી'તી રાખડી,ને ખવડાવી'તી થોડી મિઠાઈ;
કેવી ભરાઈ હતી આંખડી ,ને પછી લીધી'તી વસમી વિદાય.
યાદ કરું તો ઉમટે છે આંખમાં આંસુનો દરિયો,
પણ હવે તો હું જ મુસાફર ને હું જ ખેવૈયો!
જાતે જ ખોબલો ભરું મોતીનો, ને જાતે જ લુછી લઉ મારાં આંસુ,
શી ખબર 'શમા', આવતી સાલ ફરી વહાવવા પડે આ આંસુ.
No comments:
Post a Comment