Saturday, August 22, 2009

એક પૂરી કરો એષણાં ને બીજી બળવંત બને, તેમ પણ થાય - -પ્રવિણ

એક પૂરી કરો એષણાં ને બીજી બળવંત બને, તેમ પણ થાય
અંધકાર ને ઓગળવા જાવને બળો તમે, તેમ પણ થાય

માણસ-માણસ વચ્ચે રાખો વિશ્વાસ
ને લાગ જોઈ મિત્ર જ ઘા કરે, તેમ પણ થાય

રાખો વિશ્વાસ છલોછલ તમારી જાત પર
ને પવન આપોઆપ દિશા બદલે, તેમ પણ થાય

શૈતાન ના દિમાગમાં જગાવો માણસાઈ
ને નારિયેળ ના કાચલાં માંથી આંસુ પીગળે, તેમ પણ થાય

તમે છત વાળા ઘરમાં બેસી, મજા લો અનરાધાર વરસાદની
ને ઝૂંપડામાં વરસાદ સાથે આંખો એ વરસે, તેમ પણ થાય

જીવનમાં સંઘર્ષ ના તૂફાનમાં તણાઈ જાવ
ને કદીક મોંજાઓ જ લાવી દે કિનારે, તેમ પણ થાય

વેંત છેટાં હો તમે સફળતાથી
ને તક ચૂકી જતાં નિષ્ફળતા મળે, તેમ પણ થાય

માનવ ઉત્થાન માટે ઝંડો ફરકાવીને ફરો 'પ્રવિણ'
ને તેનું ફીડલું વાળવાં ઘણાં બેઠા હોય, તેમ પણ થાય

-પ્રવિણ કે.શ્રીમાળી

-- 

Nishant Gor
Bhuj Kutch
Contact +91 9428220471
www.kutchastronomyclub.blogspot.com
www.nishantgor.blogspot.com
www.kutchtour.blogspot.com


¨`•.•´¨) Always
`•.¸(¨`•.•´¨) Keep
(¨`•.•´¨)¸.•´ Smiling!
`•.¸.•´

No comments:

Post a Comment