Tuesday, July 28, 2009

ઓશો વાણી

કોઇક વ્યક્તિ થોડું મોટુ મકાન ઇચ્છે છે, થોડું વધુ બેંક બેલેન્સ ઇચ્છે છે, થોડી વધુ પ્રતિષ્ઠા, થોડું વધુ નામ, થોડી વધુ સતા ઇચ્છે છે. કોઇક વ્યક્તિ રાષ્ટ્રપતિ કે વડાપ્રધાન બનવા ઇચ્છે છે. આ બધું જ દુન્યવી છે, ભૌતિક છે, કારણ કે, મૃત્યુ આ બધુ છીનવી લે છે. ભૌતિક ચીજની આ જ વ્યાખ્યા છે.

જ્યાં દોડ છે ત્યાં મૃત્યુ છે.

તમે કદાચ રાજકારણમાં નહિ હો, પણ રાજકારણ ઘણું વિશેષ સુક્ષ્મ છે. પતિ પોતાની પત્ની ઉપર વર્ચસ્વ જમાવવા કોશિશ કરે છે – આ રાજકારણ છે. પત્ની પોતાની રીતે પતિની બનાવટ કરે છે – આ રાજકારણ છે. બાળક રોરોકળ કરીને રમકડાંની માંગ કરે છે – આ રાજકારણ છે. રાજકારણનો અર્થ છે, બીજાઓ ઉપર વર્ચસ્વ જમાવવાનાં પ્રયાસ કરવા. અને આ અત્યંત નશાકારક છે.

સત્યનાં આગમનની શરત છે; ચિતની પૂર્ણ સ્વતંત્રતા.

જૂઠાણાં ખૂબ જ સુંદર, સસ્તા અને બધે જ પ્રાપ્ય હોય છે, તમે તેને ખરીદી કરવાં જઇ શકો છો, થેલી ભરીને, તમે ઇચ્છો એટલાં જૂઠાણાં ખરીદી શકો છો. અને જૂઠાણાંની સર્વોતમ વાત એ છે કે, તે તમને અનુરૂપ હોય છે, એ માટે તમારે તેમનાં જેવા બનવાની જરૂર નથી. તેઓ એવી કોઇ માંગ કરતાં નથી. તેઓ કોઇ નિષ્ઠા, પ્રતિબધ્ધતાની માંગ કરતાં નથી. તેઓ તમારી સેવા કરવા તૈયાર છે. પરંતુ સત્ય; તમારી સેવા કરી શકે નહિ. તમારે સત્યની સેવા કરવી પડે છે.

જીવનમાં જે કાંઇ શ્રેષ્ઠ છે તે વિનામૂલ્ય મળતું નથી.

જેઓ જાણે છે તેઓ રાહનાં અવરોધોને સીડી બનાવી લે છે અને જેઓ જાણતા નથી તેમને માટે સીડી પણ અવરોધ બની જાય છે.

પાપનાં માર્ગ ઉપર સફળતા હોય તો માનજો કે તે ભ્રમ છે અને સત્યનાં માર્ગ ઉપર નિષ્ફળતા હોય તો માનજો કે તે પરીક્ષા છે.

કેટલાક ફરિયાદ કરે છે કે છોકરાઓ બગડી ગયા છે. છોકરાઓ તો પહેલા જેવા હતાં તેવા આજે પણ છે, પરંતું આજે જીવનમાં એક ક્રાંતિ આવી ગઇ છે. અને ક્રાંતિ એ છે કે પહેલા પિતા દિકરાઓ કરતાં વધારે જાણતા હતાં. આજે દિકરાઓ પિતા કરતાં વધારે જાણવાની સ્થિતીમાં છે.

જ્યારે પણ કોઇ સમગ્ર પ્રાણથી કોઇપણ કૃત્ય કરે છે તો તે કૃત્ય માર્ગ બની જાય છે… તમે શું કરો છો એ પ્રશ્ન નથી. પૂર્ણ સમગ્રતાથી કરો છો કે અધૂરા મનથી, એ જ સવાલ છે.


--
Nishant Gor
Bhuj Kutch
Contact +91 9428220471
www.kutchastronomyclub.blogspot.com
www.nishantgor.blogspot.com
www.kutchtour.blogspot.com


¨`•.•´¨) Always
`•.¸(¨`•.•´¨) Keep
(¨`•.•´¨)¸.•´ Smiling!
`•.¸.•´

Friday, July 24, 2009

Be Very Proud to be the GUJARATI

:: Be Very Proud to be the GUJARATI ::

Our State of GUJARAT Situated in western India and bordering Pakistan, Gujarat is among Indias most prosperous states.

Gujaratis GDP growth rate is 10.6% and India can not achieve 8 percent Growth rate without Gujarat getting closer to 12% growth rate.

If it was a nation it would have been 67th richest nation in the world above many European and Asian economies like Taiwan and Ukraine.

Gujarat holds many records in India for economic development:
20% of India 's Industrial Output
80% of India 's Diamond Production
9% of India 's Mineral Production
50% of India 's Natural Gas Production
54% of India 's Crude Oil Production
22% of India 's exports
24% of India 's textile production
45% of India 's pharmaceutical products
35% of India 's Sponge Iron Production
47% of India 's petrochemical Production

The world's largest ship breaking yard is in Gujarat near Bhavnagar at Alang.

Reliance Petroleum Limited, one of the group companies of Reliance Industries Limited founded by Dhirubhai Ambani operates the oil refinery at Jamnagar which is the world's largest grass roots refineries.

Over 20% of the S&P CNX 500 conglomerates have corporate offices in Gujarat

Over 35% of the stock market wealth of India is with Gujarati People.

In recent Forbes magazine list of 10 richest Indian people four are Gujarati - Mukesh Ambani, Anil Ambani, Azim Premji and Tulsi Tanti. Over 60% of Indian Population in North America is Gujarati.

An average income of a Gujarati family in North America is three times more than the average income of an American family.

Gujarat is having the highest no. of operating airports in India (Total 12)..

Gujarat is having highest no. of vegetarian people compared to any other state in India..

The first ALL VEG PIZZA-HUT was opened in Ahmedabad

Surat is the fastest growing city in the world.

IIM, Ahmedabad is Asia's 1st and world's 45th ranked management college

Gujarat is the safest state as the Crime rate of it is 8.2 which is the least in India stated by India Today 2005 report.

Gujarat is having least crime against women among all Indian states where AP is 1st, Delhi is 2nd , Bihar is 3rd

Ahmedabad is ranked 2nd in Real Estate - Ahead of Bangalore, Chennai, Hyderabad, Mumbai & Delhi.

Percent of man-days lost in Gujarat due to labor strike are lowest in country - just 0.52%

The first state to have to fully functional LNG terminal

Gujarat is the first state to interconnect 20 rivers

It is the first state to provide uninterrupted 24hr 2 phase electricity to all villages

It is the only state with statewide gas grid

It is currently implementing statewide water distribution grid that will connect all 14,000 villages and all cities

It has largest e-governance network in Asia Pacific

In every corner of Gujarat, within the range of 25 KMs there is a development going on.

Operation WHITE FLOOD (MILK) was initiated in Gujarat by Dr. Kurien which took India in 1998 to become highest milk producer in the world.

Consumption of GOLD in Gujarat is highest in India ..

Highest Numbers of passports are issued from Gujarat .

Baroda gas project - bringing natural gas to every home - More than 35 years ago they installed pipelines to bring natural gas to every kitchen.

According to a recent study by the RBI, Gujarat stood first in the country with investments of US$17.8 billion in 2006-07 or 25.8% of India 's total investment of $69 billion during the year.The southern state of Andhra Pradesh stood a distant second having attracted $6.1 billion in 2006-07.

A report in Times of India describes the Gulf of Kutch as India 's ' Gulf of Riches '. Four top business houses - Reliance Industries, Essar Group, Adani Group and Tata Group, have invested about $34 billion along the Gulf of Kutch's 700-kilometer long coastline. Other corporate, which had invested over $3.26 billion since the 2001 earthquake have investments worth another $19.5 billion in the pipeline.

Ten special economic zones (SEZs) near Jamnagar , a 4000-megawatt power project and five private shipyards are coming up. And massive expansion is being undertaken of the Mundra and Kandla ports.

Not only has Gujarat unseated Maharashtra as India 's number one investment destination but also, it is threatening to dislodge Mumbai, Maharashtra 's capital and the financial and business capital of India , as the trade gateway to the country.

Mundra port where IOC and HPCL are setting up giant oil storage capacities has already emerged as India 's largest private oil storage tank farm.

And now Gujarat is nursing ambitions of dislodging Mumbai as India 's financial hub. Its government recently announced the setting up of an international financial services center, the Gujarat International Finance Tech-City with an investment outlay of $6 billion in Ahmedabad.

Forbes Magazine published list of Top 20 Self-Made Business-Men from Asia . The list includes 6 men from India and out of 6 three are Gujarati - Tulsi Tanti, Gautam Adani and Uday Kotak.

Be VERY PROUD to be a GUJARATI and please pass alone this to other Gujarati's

" Jya Jya Vase Ek GUJARATI Tya Tya Sadakal GUJARAT "

--
Nishant Gor
Bhuj Kutch
Contact +91 9428220471


¨`•.•´¨) Always
`•.¸(¨`•.•´¨) Keep
(¨`•.•´¨)¸.•´ Smiling!
`•.¸.•´

Sunday, July 19, 2009

તિલક કેમ આવશ્યક છે.?


 તિલક કેમ આવશ્યક છે.?

Author:GPDabhoi
આપણું મસ્તિષ્ક એક અનોખું યંત્ર છે. આની તુલના આપણે સંગણક (કમ્પ્યૂટર) સાથે કરી શકીએ છીએ. ૧૦૦ અબજ સૂચનાઓ આ સંગણકમાં એક સાથે ભેગી થઈ શકે છે. આવું સંગણક બનાવવાનો પ્રયાસ અમેરિકાના વૈજ્ઞાનિકોએ કર્યો હતો. આના માટે ૨૭ માળની પ્રયોગશાળા બનાવી પડી હતી. ઘણી બધી યંત્ર સામગ્રી ઉપયોગમાં લેવાય હતી. સૈકડો જાણકાર વ્યક્તિઓને આ કાર્ય માટે નિયુક્ત કરવામાં આવ્યા હતા.   આપણું મસ્તિષ્ક એક એવું સંગણક છે કે જે કોઈ પણ પ્રકારના સંશય વગર ચાલે છે. એક પ્રસુપ્ત શક્તિ આ સંગણકને ચલાવે છે. આ શક્તિને આપણે "સરસ્વતી" કહીએ છીએ. દેવી સરસ્વતીની કૃપાથી આપણે જ્ઞાન પ્રાપ્ત કરીએ છીએ અને આપણે માનીએ છીએ કે દેવી સરસ્વતીનું નિવાસ આપણા મસ્તિષ્કમાં છે.   આપણે ભગવાનની ચંદન આદિથી પૂજા કરીએ છીએ. એજ પ્રકારે આપણા મસ્તિષ્કમાં સ્થિત દેવીનું આપણે ચંદનનું તિલક લગાવીને પૂજન કરીએ છીએ અને પ્રાર્થના કરીએ છીએ કે - "હે ભગવતી સરસ્વતી ! મારા મનના અજ્ઞાન જેવાં અંધકારને દૂર કરી મને જ્ઞાનનો પ્રકાશ પ્રદાન કરો જેથી સંપૂર્ણ જગતને હું પ્રકાશમાન કરી શકું"   "चंदन है इस देश की माटी" આ ગીત તો તમે જાણતા જ હશો. આપણે જે ચંદન આપણા મસ્તિષ્ક પર લગાવીએ છીએ, તે આપણા પવિત્ર તીર્થસ્થાનોની માટી હોય છે. આ માટી મસ્તિષ્ક પર લગાવી આપણે આપણા દેશ પ્રતિ આદર ભાવ પ્રકટ કરીએ છીએ. આ સંસારમાં કદાચ એવી કોઈ વ્યક્તિ નથી જેને પોતાના દેશ પ્રતિ આદર નહીં હોય. જો આપણને આપણા દેશ પ્રતિ પ્રેમ હોય તો ચંદન લગાવી આ પ્રેમને અવશ્ય વ્યક્ત કરવો જોઇએ.   તિલક લગાવવાનું એક બીજું પણ મહત્વપૂર્ણ કારણ છે - આપણી બે ભૃકુટિ (ભમ્મર) ની મધ્યમાં આજ્ઞાકેન્દ્ર હોય છે. આપણે દિવસભરમાં કઈ પણ કાર્ય-કલાપ કરીએ છીએ એનો પૂરો ભાર આ આજ્ઞાકેન્દ્ર પર હોય છે. ચંદન શાંતિ પ્રદાન કરવા વાળી એક પ્રભાવી ઔષધિ છે. મસ્તિષ્ક પર ચંદન લગાવવાથી એ કેન્દ્ર હંમેશા શાંત રહે છે અને કાર્યક્ષમ રહે છે. તેથી આપણે નિત્ય સવારે ચંદનનું તિલક લગાવવું જોઇએ.   એક બીજી ધારણા પ્રમાણે આપણા શરીરમાં આધ્યાત્મિક ગરમી (ઉર્જા) નો સતત પ્રવાહ ચાલતો રહે છે અને એ ગરમીથી લલાટ (કપાળ) નો ભાગ ગરમ થાય છે. વાસ્તવમાં આ વધતી ગરમી શરીરની અંદર અનેક પ્રકારના કષ્ટ ઉત્પન્ન કરી શકે છે. આ ગરમીનું શમન કરવા માટે પણ ચંદન આદિનું તિલક લગાવવામાં આવે છે. એવી માન્યતા છે કે બે ભમ્મરની મધ્યમાં જ્યાં તિલક લગાવવામાં આવે છે ત્યાં ત્રીજું નેત્ર સ્થિત હોય છે. એની આસપાસના ક્ષેત્રમાં બે પ્રકારના તરંગ-ચક્ર વિદ્યમાન હોય છે, જેમાં એક ધનાત્મક અને બીજું ઋણાત્મક ચક્ર હોય છે. આ તરંગોનું જાળ નાકથી કપાળ સુધી હોય છે. જ્યારે આ તરંગમધ્યમાં ઉર્જાની ધારા વહે છે ત્યારે આ પ્રક્રિયામાં ગરમી ઉત્પન્ન થાય છે. ચંદનનું તિલક શરીરમાં વધતી આ ગરમીને શાંત કરે છે. તમે જોયું હશે કે ઘણા લોકો મસ્તિષ્ક ઉપરાંત હાથ ઉપર તથા છાતી ઉપર પણ ચંદનનો લેપ કે તિલક લગાવે છે.   ચંદન ઉપરાંત આપણે કેસર તથા હળદરનું પણ તિલક લગાવી શકાય છે. આનાથી પણ શરીરના વિભિન્ન અંગોની ગરમી શાંત થાય છે અને એનો પ્રભાવ ગુણકારી હોય છે.   તિલક, ત્રિપુંડ, ટીકો, ચાંદલો વગેરેનો સીધો સંબંધ મસ્તિષ્ક સાથે હોય છે. કપાળ પર બે ભમ્મરની વચ્ચે આવેલા આજ્ઞાચક્ર પર ધ્યાન કેન્દ્રિત કરવાથી આપણું મન પૂર્ણ શક્તિથી સંપન્ન થાય છે. આજ્ઞાચક્ર જ "દિવ્ય નેત્ર" છે. તિલક લગાવવાથી આ દિવ્ય નેત્ર જાગૃત થાય છે.   આ ઉપરાંત તિલક સમ્માન સૂચક પણ છે. તિલક લગાવવાથી ધાર્મિકતાનો આભાસ પણ થાય છે.   ("संस्कार-ज्योति" અને "आखिर क्यों?" પુસ્તક માંથી)
 



--
Nishant Gor
Bhuj Kutch
Contact +91 9428220471


I’m sitting n thinking

I'm sitting n thinking hard about LIFE….
How it changed frm simple college life 2 strict professional life..!!
How pocket money changed 2 huge monthly pay cheques.. But gives less happiness..!!!
How few local jeans changed 2 new branded wardrobe.. But less occasions 2 use them..!!!
How a single plate of Samosa changed 2 a full pizza..But hunger is less!!!
How a Bike always in reserve, changed 2 a car always on..But less places 2 go!!!
How a Tea by roadside, changed 2 CCD, Basrista.. But it feels as if the shop is far away.!!
How a limited prepaid card in mobile changed 2 postpaid package…But v don't feel like using it!!!!!
How a general class journey changed 2 flight journey… But less vacations 4 enjoyment..n many more..
May b this is d TRUTH of Journey called "LIFE"…wht u say???

Plz Coment
--
Nishant Gor
Bhuj Kutch
Contact +91 9428220471

Saturday, July 18, 2009

orkut - Nishant Gor " Nirzar" wants you to join orkut!

Nishant Gor " Nirzar" wants you to join orkut.

Join now!


what you can do on orkut:

Connect with friends and family using scraps and instant messaging Discover new people through friends of friends and communities Share your videos, pictures, and passions all in one place

Stop sending me emails | Help Center

Thursday, July 16, 2009

બ્રહ્માંડની સફર કરો તમારા કોમ્પ્યુટરથી

શું તમે ક્યારેય અમાસની કાળી રાતે આકાશમાં તારાઓ અને ગ્રહોના સમૂહને જોયા છે? ક્યારેય એ આકાશને નજીકથી જોવાની, એની ઉંડાઇનો તાગ મેળવવાની ઇચ્છા થઇ છે? દૂર સુદૂર પ્રકાશિત એ કયો ગ્રહ છે કે તારો છે એ તમને ખબર છે? તો અહીં બે ઉપલબ્ધ નાનકડા ઓપન સોર્સ સોફ્ટવેર વિશે આપને જણાવી રહ્યો છું જે આપને આપના કોમ્પ્યુટરમાં આખાય આકાશનો ખૂબ સુંદર ચિતાર તેના ગ્રહો અને તારાઓની ઓળખાણ સાથે આપે છે. જાણે નાનકડું આકાશદર્શન.
સ્ટેલેરીયમ


સ્ટેલેરીયમથી તમે રાત્રીનું આકાશ પૃથ્વી પરના કોઇ સ્થળથી કેવું દેખાશે એ જોઇ શકો છો. સ્ટેલેરીયમ વિન્ડોઝ, મેક તથા લીનક્સ એમ બધી ઓપરેટીંગ સિસ્ટમ માટે ઉપલબ્ધ છે. એક વાર સ્ટેલેરીયમનું ઓપરેટીંગ સિસ્ટમ પ્રમાણેનું યોગ્ય સ્વરૂપ અહીંથી ડાઉનલોડ કરી કોમ્પ્યુટરમાં ઇંસ્ટોલ કરો એટલે તેને શરૂ કરતા પેરીસ, ફાંસના સ્થળ પરથી રાત્રીનું આકાશ કેવું દેખાશે એ જોઇ શક્શો. જો તમે પેરીસમાં હોવ તો કોઇ ફેરફારની જરૂર નથી,


સ્ટેલેરીયમમાં આકાશ

પરંતુ જો તમે પેરીસમાં ન હોવ, મારી જેમ વડોદરાથી આકાશ જોવું હોય તો? સદભાગ્યે એ સગવડ ઉપલબ્ધ છે. તમારું સ્થળ બદલવું અહીં શક્ય છે અને સહેલું છે. આમ કરવા માટે સ્થળ માટેનો વિકલ્પ મુખ્ય મેનુ માં ડાબી તરફ છે અથવા F6 વડે પણ એ વિકલ્પ પસંદ કરી શકાય છે. એ પછી નકશા પર ક્લિક કરીને, કે મુખ્ય સૂચીમાંથી યોગ્ય સ્થળ પસંદ કરીને અથવા આપને જોઇતા સ્થળના કોઓર્ડીનેટ (ડીગ્રી, મિનિટ અને સેકન્ડમાં) ઉમેરી, સ્થળ ઉમેરી શકો છો. જો તમે દિવસે જોતા હોવ અને સમયને આગળ વધારી રાત્રી સુધી લઇ જવો હોય કે આગળના સમય વિશે જોવું હોય તો સમયની ગતિ વધારવાનો વિકલ્પ Increase Time Speed પસંદ કરી ( કીબોર્ડની L કી દબાવી) અથવા સમય પાછો સામાન્ય ગતિએ કરવા Set Normal Time વિકલ્પ પસંદ કરી (કીબોર્ડની K કી દબાવી) ગ્રહોની ગતિ વિશે ફેરફારો કરી શકાય છે. સમય સાથે કામ કરવાનો બીજો પણ એક વિકલ્પ છે. સમય અને તારીખ ઉમેરવા માટે Date/Time Window વાપરી શકાય છે અથવા F5 કી દબાવીને પણ એ વિકલ્પ પસંદ કરી શકાય છે. આ વિકલ્પનો ઉપયોગ કરી કોઇ આકાશી ઘટના જે બનવાની હોય કે બની ચૂકી હોય અને પૃથ્વી પરથી (પસંદ કરેલા સ્થળથી) જોઇ શકાતી હોય તે ઘટના જોઇ શકાય છે. આકાશની વિવિધ વસ્તુઓ પર ક્લિક કરીને તેની વિગતો જોઇ શકાય છે. નીચેના મેનુ માંથી ખગોળીય રેખાઓ તથા અન્ય માહિતિ મળી શકે છે. ( કીબોર્ડની C, V કે R કી એક એક કરીને દબાવો) જો કોઇ અવકાશીય પદાર્થ જોવામાં પૃથ્વી અડચણરૂપ બને તો કીબોર્ડની G કી દબાવીને આપ પૃથ્વીને દેખાતી બંધ કરી શકો છો. આકાશમાં વિવિધ પદાર્થો સુધી પહોંચવુ પણ સરળ છે.. આ માટે માઉસને ક્લિક કરેલું રાખીને આગળ કે પાછળ ખેંચવાથી અવકાશના વિવિધ સ્થળોએ જઇ શકાશે. દ્રશ્યને મોટું કે નાનું કરવા માઉસના સ્ક્રોલ વ્હીલનો (અથવા PgUp / PgDown વિકલ્પનો) ઉપયોગ કરી શકો છો. અન્ય કોઇ પણ મદદ માટે F1 કી દબાવી શકાય છે.
સેલેસ્ટીયા


સેલેસ્ટીયામાં દેખાતા ગ્રહો

અન્ય આવો જ એક સુંદર અવકાશદર્શનનો કાર્યક્રમ બતાવતું સોફટવેર છે સેલેસ્ટીયા. અહીંથી આપ તેને ડાઉનલોડ કરી શકો છો. તે તદન ફ્રી છે અને ઓપન સોર્સ સોફટવેર છે. વળી સ્ટેલેરીયમની જેમ તે પણ વિન્ડોઝ, મેક તથા લીનક્સ એમ બધી ઓપરેટીંગ સિસ્ટમ માટે ઉપલબ્ધ છે. અહીં ઘણાં સુંદર વિકલ્પો છે જેમાં ગ્રહણ શોધ પણ સમાવિષ્ટ છે, જેની મદદથી ફક્ત પૃથ્વી પર સૂર્ય અને ચંદ્રના જ ગ્રહણ નહીં, અન્ય કોઇ પણ ગ્રહ પર થતાં ગ્રહણો જોઇ શકાય છે. ગુરૂના ગ્રહ પર મને આવા ઘણા ગ્રહણ જોવા મળ્યા કારણકે ત્યાં સૂર્યગ્રહણ સામાન્ય ઘટના છે. ગુરૂના ગ્રહ પર ઘણા દિવસો તો એવા છે જ્યારે એકસાથે એકથી વધુ સૂર્ય ગ્રહણ જોવા મળે, માર્ચ 28, 2004ના રોજ હબલ સ્પેસ ટેલીસ્કોપે આવા જ એકસાથે થયેલા ત્રણ સૂર્યગ્રહણ નિહાળ્યા હતાં. આ સોફ્ટવેરમાં એ તારીખ નાખવાથી તેનો ચિતાર મળે છે. સોફ્ટવેર ઇંસ્ટોલ કર્યા પછી D કી દબાવવાથી મૂળભૂત પ્રવાસ અને સમજ મળી રહે છે.

સેલેસ્ટીયા સાથે આપણે અવકાશમાં થઇ ચૂકેલી કે થનારી મહત્વની ખગોળીય ઘટનાઓની માહિતિ મેળવી શકીએ છીએ. સામાન્ય સમય કે સમયની વધારેલી ગતિ સાથે આ ઘટનાઓ સરળતાથી જોઇ શકાય છે. પાંચ લાખ વર્ષો પછી પૃથ્વીની હાલત વિશે જો સેલેસ્ટીયામાં જોવા માંગો તો આવું ચિત્ર જોવા મળશે.

આ સિવાય મૂળ સોફ્ટવેરમાં ન હોય તેવા ઘણા અવકાશી પદાર્થો અને સ્પેસશટલ ઉમેરવા અહીં જઇને જોઇતી વસ્તુઓ ડાઉનલોડ કરી શકાય છે.

ખગોળશાસ્ત્ર વિશે વધુ માહિતિ મેળવવા અને કયા ગ્રહો કે અન્ય ખગોળીય પદાર્થો વર્ષના કે સદીના કયા સમયે જોઇ શકાશે એ વિશે અહીં સુંદર માહિતિ મળી રહે છે. સેલેસ્ટીયા જાણે ઘરમાં એક નાનકડા પ્લેનેટોરીયમની ગરજ સારે છે.

આપને આ લેખ કેવો લાગ્યો, આ સિવાયના આવા કોઇ સોફ્ટવેર વિશે આપને માહિતિ છે? આપના પ્રતિભાવો જરૂરથી જણાવો.

--
Nishant Gor
Bhuj Kutch
Contact +91 9428220471