Tuesday, July 28, 2009

ઓશો વાણી

કોઇક વ્યક્તિ થોડું મોટુ મકાન ઇચ્છે છે, થોડું વધુ બેંક બેલેન્સ ઇચ્છે છે, થોડી વધુ પ્રતિષ્ઠા, થોડું વધુ નામ, થોડી વધુ સતા ઇચ્છે છે. કોઇક વ્યક્તિ રાષ્ટ્રપતિ કે વડાપ્રધાન બનવા ઇચ્છે છે. આ બધું જ દુન્યવી છે, ભૌતિક છે, કારણ કે, મૃત્યુ આ બધુ છીનવી લે છે. ભૌતિક ચીજની આ જ વ્યાખ્યા છે.

જ્યાં દોડ છે ત્યાં મૃત્યુ છે.

તમે કદાચ રાજકારણમાં નહિ હો, પણ રાજકારણ ઘણું વિશેષ સુક્ષ્મ છે. પતિ પોતાની પત્ની ઉપર વર્ચસ્વ જમાવવા કોશિશ કરે છે – આ રાજકારણ છે. પત્ની પોતાની રીતે પતિની બનાવટ કરે છે – આ રાજકારણ છે. બાળક રોરોકળ કરીને રમકડાંની માંગ કરે છે – આ રાજકારણ છે. રાજકારણનો અર્થ છે, બીજાઓ ઉપર વર્ચસ્વ જમાવવાનાં પ્રયાસ કરવા. અને આ અત્યંત નશાકારક છે.

સત્યનાં આગમનની શરત છે; ચિતની પૂર્ણ સ્વતંત્રતા.

જૂઠાણાં ખૂબ જ સુંદર, સસ્તા અને બધે જ પ્રાપ્ય હોય છે, તમે તેને ખરીદી કરવાં જઇ શકો છો, થેલી ભરીને, તમે ઇચ્છો એટલાં જૂઠાણાં ખરીદી શકો છો. અને જૂઠાણાંની સર્વોતમ વાત એ છે કે, તે તમને અનુરૂપ હોય છે, એ માટે તમારે તેમનાં જેવા બનવાની જરૂર નથી. તેઓ એવી કોઇ માંગ કરતાં નથી. તેઓ કોઇ નિષ્ઠા, પ્રતિબધ્ધતાની માંગ કરતાં નથી. તેઓ તમારી સેવા કરવા તૈયાર છે. પરંતુ સત્ય; તમારી સેવા કરી શકે નહિ. તમારે સત્યની સેવા કરવી પડે છે.

જીવનમાં જે કાંઇ શ્રેષ્ઠ છે તે વિનામૂલ્ય મળતું નથી.

જેઓ જાણે છે તેઓ રાહનાં અવરોધોને સીડી બનાવી લે છે અને જેઓ જાણતા નથી તેમને માટે સીડી પણ અવરોધ બની જાય છે.

પાપનાં માર્ગ ઉપર સફળતા હોય તો માનજો કે તે ભ્રમ છે અને સત્યનાં માર્ગ ઉપર નિષ્ફળતા હોય તો માનજો કે તે પરીક્ષા છે.

કેટલાક ફરિયાદ કરે છે કે છોકરાઓ બગડી ગયા છે. છોકરાઓ તો પહેલા જેવા હતાં તેવા આજે પણ છે, પરંતું આજે જીવનમાં એક ક્રાંતિ આવી ગઇ છે. અને ક્રાંતિ એ છે કે પહેલા પિતા દિકરાઓ કરતાં વધારે જાણતા હતાં. આજે દિકરાઓ પિતા કરતાં વધારે જાણવાની સ્થિતીમાં છે.

જ્યારે પણ કોઇ સમગ્ર પ્રાણથી કોઇપણ કૃત્ય કરે છે તો તે કૃત્ય માર્ગ બની જાય છે… તમે શું કરો છો એ પ્રશ્ન નથી. પૂર્ણ સમગ્રતાથી કરો છો કે અધૂરા મનથી, એ જ સવાલ છે.


--
Nishant Gor
Bhuj Kutch
Contact +91 9428220471
www.kutchastronomyclub.blogspot.com
www.nishantgor.blogspot.com
www.kutchtour.blogspot.com


¨`•.•´¨) Always
`•.¸(¨`•.•´¨) Keep
(¨`•.•´¨)¸.•´ Smiling!
`•.¸.•´

No comments:

Post a Comment