પ્રેમ કર્યો છે મે એને, પછી એણે તોડેલા વચનના વેર શું ?
એને આપેલું વચન જો હું પણ તોડું, તો અમારા બન્નેમાં ફેર શું ?
~~: સપન :~~
એને આપેલું વચન જો હું પણ તોડું, તો અમારા બન્નેમાં ફેર શું ?
~~: સપન :~~
એક નાનકડો પ્રયત્ન સપન શાહની રચના ઉપર પ્રતિ રચના બનવવાનો.
પ્રેમ એ તો પ્રેમ હોય છે, તેમાં કોઈ વચન શું કે વેર શું???
કઈ મજબૂરીમાં તોડી'તી, આપેલી એ યાદી વચનોની,
જો તમને એ જાણ થાય તો, મારા એ પ્રેમનું શું ???
"નિર્ઝર" બેવફા બનીને રહેશે, આખી ઝીંદગીમાં આપની,
જો આપને એ જણાવી જ દઉં, તો આપણા બંનેમાં ફેર શું???
નિશાંત ગોર "નિર્ઝર"
કોઈ ઉણપ રહી હોય તો દિલ પર પત્થર મૂકીને વખોડી નાખવા વિનંતી.
કેમ કે કોઈ છંદના કે કોઈ કાવ્યાત્મક નિયમો મને નથી આવડતા.
મારા દિલ માં જે આવ્યું અને જેવું આવડ્યું એવું લખવા પ્રયત્ન કર્યો છે.