પ્રેમ કર્યો છે મે એને, પછી એણે તોડેલા વચનના વેર શું ?
એને આપેલું વચન જો હું પણ તોડું, તો અમારા બન્નેમાં ફેર શું ?
~~: સપન :~~
એને આપેલું વચન જો હું પણ તોડું, તો અમારા બન્નેમાં ફેર શું ?
~~: સપન :~~
એક નાનકડો પ્રયત્ન સપન શાહની રચના ઉપર પ્રતિ રચના બનવવાનો.
પ્રેમ એ તો પ્રેમ હોય છે, તેમાં કોઈ વચન શું કે વેર શું???
કઈ મજબૂરીમાં તોડી'તી, આપેલી એ યાદી વચનોની,
જો તમને એ જાણ થાય તો, મારા એ પ્રેમનું શું ???
"નિર્ઝર" બેવફા બનીને રહેશે, આખી ઝીંદગીમાં આપની,
જો આપને એ જણાવી જ દઉં, તો આપણા બંનેમાં ફેર શું???
નિશાંત ગોર "નિર્ઝર"
કોઈ ઉણપ રહી હોય તો દિલ પર પત્થર મૂકીને વખોડી નાખવા વિનંતી.
કેમ કે કોઈ છંદના કે કોઈ કાવ્યાત્મક નિયમો મને નથી આવડતા.
મારા દિલ માં જે આવ્યું અને જેવું આવડ્યું એવું લખવા પ્રયત્ન કર્યો છે.
યશવંત ઠક્કર said...
ReplyDeleteમિત્ર. આ રચના મારા બ્લોગ અસર પરથી આપે લીધેલી છે. આ સનેડાને કૉપી-પેસ્ટ કરીને અહીં મૂકવાને બદલે થોડી શરૂઆત કરી મારી પોસ્ટની link આપો એ વધારે યોગ્ય છે. કોઈ બ્લોગરની રજા વગર કૉપી-પેસ્ટની રીત યોગ્ય નથી. મારી વાત ધ્યાનમાં લેશો એવી આશા રાખું છું.
http://asaryc.wordpress.com
http://asaryc.wordpress.com/2009/06/01/blogjagatno-sanedo/
August 19, 2009 8:49 PM
યશવંત ઠક્કર said...
આ તમે બીજેથી ઉઠાવીને વગર રજાએ કરેલું કોપીપેસ્ટ છે.
August 27, 2009 4:04 AM
gagan said...
આ બધા બીજાનુ ઉઠાવનારા છે. નહી સુધરે.
January 20, 2010 8:25 AM
વિનય ખત્રી said...
આ રચના કાં તો તમે અહીંથી હટાવી લો અથવા બેચાર વાખ્યો મૂકીને આખી રચના વાંચવા માટે મૂળ લેખકના બ્લોગની લિન્ક આપો.
March 5, 2010 12:48 A
પ્રિય મિત્ર.... યશવંત....
ReplyDeleteઆપ શેના ઉપરથી કહો છો કે આ રચના આપની છે??
આ રચના મિત્ર "સપન" ની છે... જો આપની ઇચ્છા હોય તો આપ એમની સાથે વાત કરી શકો છો... અને હા મે તેમની રચના ઉપર પ્રતી-રચના બનવેલ છે.... તો આપ કઇ રીતે કહી શકો કે આ રચના આપની છે???
આ ખોટે ખોટી કોમેંટ્સ કરી તમારી પોતાની ચોરીની વાતો ન ફેલાવો....
Nishant Gor
Bhuj Kutch
Contact +91 9879554770
www.kachchh.webs.com
www.kutchastronomyclub.blogspot.com
www.nishantgor.blogspot.com
www.kutchtour.blogspot.com
નિશાંતભાઈ, તકલીફ બદલ ક્ષમા કરજો પણ મારો એવો કોઈ ઇરાદો નહોતો. વાત એમ બની કે http://narendragor.blogspot.com/2009/06/blog-post.html
ReplyDeleteઆ બ્લોગ પર નરેન્દ્ર ગોરનું ઘણા વખતથી ધ્યાન દોરવામાં આવેલ છે કે:મારી પોસ્ટ "બ્લોગજગતનો સનેડો" — યશવંત ઠક્કર સનેડાની લિંક આપો અથવા એ મારી લખેલી પોસ્ટ હટાવી દો. પણ એમણે ધ્યાન આપેલ નથી. દરમ્યાન એમના બ્લોગ પર "મારો બ્લોગ" માં તમારા આ બ્લોગનો ઉલ્લેખ હતો. સરખા નામને લીધે મને બંનેના બ્લોગર એક હોવાનું લાગ્યું. તમે બને તો નરેન્દ્રભાઈને આમારી વિનંતી પહોંચાડશો એવી આશા છે. ... ચોરી અમે નથી કરી. તમારા મિત્રના બ્લોગ પર આમારી પોસ્ટ વગર રજાએ અને લિંક આપ્યા વગર કૉપીપેસ્ટ થઈ છે. અમે ધ્યાન એમનું દોરવા માંગતા હતા પણ તમારું ધ્યાન દોરી બેઠા. ફરીથી ક્ષમા માંગીએ છીએ.
નિશાંતભાઈ, અમારી બળતરામાં તમારી આ રચનાની વાત ન કરીએ એ પણ બરાબર ન કહેવાય. ખરેખર તો એ વાત જ પહેલાં થવી જોઈતી હતી.
ReplyDeleteરચના અને પ્રતિરચના બંને સરસ છે. મનના ભાવ ઘણી સારી રીતે વ્યક્ત થયેલા છે. છંદ કે કાવ્યના નિયમોની ભલે જાણ ન હોય પણ રજૂઆત બળકટ છે. ... ને એ રસ્તે આગળ જવાની ભાવના પણ જણાય આવે છે. આ પ્રતિભાવ એક બ્લોગમિત્ર તરીકે આપીએ છીએ. કારણ કે :અમે પણ કોઈ મોટા વિદ્વાન નથી.
તમે એક પ્રતિરચના લખતી વખતે મૂળ રચનાકાર સપનભાઈ શાહ તરફ સૌજન્ય દાખવ્યું એ પરથી ખ્યાલ આવે છે કે એક બ્લોગર તરીકે તમે ગંભીર છો. ઘણા મિત્રો કોઈના બ્લોગ પરથી ગમતાનો ગુલાલ કરતી વખતે તેને પ્રતિભાવ આપવાની ખેવના રાખતા નથી. રજા માંગતા નથી. એક લિંક મૂકવાની પણ તસ્દી લેતા નથી. પણ જેવી જેની સમજ!
છેલ્લે, તમે આ રચનાની નીચે લખેલી વાત.."કોઈ ઉણપ રહી હોય તો દિલ પર પત્થર મૂકીને વખોડી નાખવા વિનંતી.કેમ કે કોઈ છંદના કે કોઈ કાવ્યાત્મક નિયમો મને નથી આવડતા.મારા દિલ માં જે આવ્યું અને જેવું આવડ્યું એવું લખવા પ્રયત્ન કર્યો છે."
આ વાત અમને સહુથી વધારે ગમી. જેમાં એક બ્લોગર તરીકેનો જુસ્સો જણાય આવે છે.
તમને નારાજ કરવા બદલ દિલગીર છીએ. ખરેખર અમારો ઇરાદો એવો નહોતો. કદાચ તમને એ વાતનો ખ્યાલ આવ્યો હશે. ખેર મળતા રહીશું.
નીશાંતભાઈ...
ReplyDeleteઆજે પહેલીવાર તમારા બ્લોગ પર આંટો મારવા આવ્યો. આપનો બ્લોગ ખરેખર સરસ છે.
અહીં વખોડવા જેવું કશું છે જ નહી. આપની જાણ ખાતર કહું છું કે છંદ અને કાવ્યના નીયમો તો હું પણ નથી જાણતો.
અને એક વાચકના દ્રષ્ટીકોણથી વાત કરૂં તો મારી રચના કરતાં આપની રચના વધુ સારી છે.
યશવંતભાઈથી શરતચુક થઈ લાગે છે... પણ વાંધો નહી... અને હા... આવું ફરી ક્યારેય થાય તો મારો નંબર આપતા કે લખતા પણ અચકાશો નહી...