પદચિન્હ વિનાનો હુ દરિયો....
તુ મારો ખોળો ખુંદવા આવ....
રાહ જોઈ ને ઉભો છું તારી....
વ્હાલના દરિયા તુ જલ્દી આવ...
ભરી છે લાગણીઓ દરેક મોજે મોજે
એક વખત તો તુ આ દુનિયામાં આવ...
ક્યારેક તોફાન તો ક્યારેક સુનામી બન...
પણ જે રીતે બને તુ જલ્દી આવ....
રાહ જોઈ રહ્યો છે “નિર્ઝર” તને મળવાને....
ચાંદનીને ઓઢીને તુ જલ્દી આવ....
રચના તા : 27-04-2012 સવારના 8:40 વાગ્યે...
નિશાંત ગોર “નિર્ઝર”
શેખરાણ પીર નો આ દરિયા કિનારો જે ફોટો અપડેટ
કરતાં આવા કોઇક વિચારો માં ખોવાઈ ગયેલ અને આ
રચના ફુટી નિકળેલ....
No comments:
Post a Comment