દહીં ખાઓ અને કોલેસ્ટરોલ ઘટાડો
આયુર્વેદનાં પ્રાચીન ગ્રંથોમાં દહીંનાં ગુણકર્મોનું ઘણું વિસતૃત નિરૂપણ થયેલું છે.દહીંનો દૈનિક આહારમાં નિયમિત ઉપયોગ કરવાથી રકતમાં રહેલા કોલેસ્ટેરોલની માત્રા ખૂબ જ ઓછી થઈ જાય છે. હા, આ દહીં મલાઈ વગરનાં દૂધમાંથી બનાવેલું હોવું જોઈએ. દહીં હ્રદયને બળ આપે છે. એટલે હ્રદય રોગીઓએ મલાઈ વગરનાં દહીં કે છાશનો નિયમિત ઉપયોગ કરવો જોઈએ. દહીં મધુરઘ ખાટું, તૂરું, ઉષ્ણ,રુક્ષ અને અગ્નિ પ્રદીપ્ત કરનાર છે. વિષ, સોજા, સંગ્રહણી આંતરડાંના રોગો, પાંડુરોહ, રકતાલ્પતા, મસા- પાઈલ્સ, બરોળ, સ્પલિનના રોગો ગોળો- આફરો, મંદાગ્નિ અરુચિ, વિષમજવર, તરસ, ઊલટી, શૂળ, મેદની તકલીફ તથા કફ અને વાયુના રોગો મટાડે છે. અરુચિ તથા નાડીઓમાં અવરોધમાં હિતકારી છે. આયુર્વેદના ગ્રંથોમાં તો દહીંનાઉપર્યુંકત ઘણા ગુણકર્મો દર્શાવાયા છે. પ્રાચીન ચિકિત્સકો અને મહર્ષિઓ આ વાત જાણતા હતા એટલે દહીંને પવિત્ર ગણી તેને પાંચ અમૃતો એટલે કે 'પંચામૃત'માં સ્થાન આપ્યું છે. પૂર્વે આપણે ત્યાં અતિથિઓ અને મહેમાનનું સ્વાગત દહીં કે છાશ – લસ્સી પીવા આપીને કરવામાં આવતું. આ કારણથી પાચનતંત્ર સબળ અને સક્રિય રહેતું. આજે આ દહીંનું સ્થાન 'ચા' એ લીધું છે. અત્યારે આપણે ત્યાં અમ્લપિત્ત – એસિડિટી, અલ્સર, ગેસ, મંદાગ્નિ અને અરુચિનું પ્રમાણ પહેલાં કરતાં વધ્યું છે. પહેલાં આપણે ત્યાં દહીંનો વ્યાપક પ્રમાણમાં ઉપયોગ થતો. છાશની પરબો ચાલતી, પરંતુ અંગ્રેજોના શાસનકાળથી પશ્ચિમી રીતરિવાજોનાં આંધળાં અનુકરણ સાથે દહીં, છાશ પીવાનો આપણો મૂળ સ્વાસ્યપ્રદ રિવાજ મૃતપ્રાય થઈ ગયો અને પરિણામે છેલ્લાં સો વર્ષથી આપણે ત્યાં પાચનતંત્રના શોગો અને હ્રદય રોગોનું પ્રમાણ વધ્યું છે.
--
Nishant Gor
Bhuj Kutch
Contact +91 9879554770
www.kachchh.webs.com
www.kutchastronomyclub.blogspot.com
www.nishantgor.blogspot.com
www.kutchtour.blogspot.com
¨`•.•´¨) Always
`•.¸(¨`•.•´¨) Keep
(¨`•.•´¨)¸.•´ Smiling!
`•.¸.•´
No comments:
Post a Comment