Monday, November 9, 2009

દિવાળી

દિવાળી (અથવા દિપઆવલી , ઘણી વાર દીપાવલી લખાય છે એ હિન્દુ ધર્મ, શીખ ધર્મ, બુદ્ધ ધર્મ, અને જૈન ધર્મનો મહત્વપૂર્ણ તહેવાર છે અને આ દિવસે સમગ્ર ભારતમાં જાહેર રજા હોય છે.[૧]માનવીની અંદર રહેલા દુર્ગુણો પર સદગુણોના વિજયના પ્રતિકરૂપે તેઓ માટીના નાનકડા કોડિયામાં રૂની દિવેટ બનાવીને મૂકેલા દીવામાં કોપરેલ ભરીને તેને પ્રગટાવે છે.
દિવાળીનો પાંચ દિવસનો ઉત્સવ નવા ચંદ્રના ઉદયની સાથે ઓક્ટોબર 13 અને નવેમ્બર 14ની વચ્ચે આવે છે. હિન્દુ કેલેન્ડર પર તેને અશ્વિન મહિનાના અંતમાં અને કારતક મહિનાની શરૂઆતમાં નવા ચંદ્ર દિવસમાં ગોઠવવામાં આવેલ છે, અશ્વિન મહિનાના અંધારિયા પખવાડિયાના 13મા દિવસથી તે શરૂ થાય છે (અશ્વિનની 28મી તિથિ) અને કાતરક મહિનાના અજવાળિયા પખવાડિયાના બીજા દિવસે (કારતકની બીજી તિથિ)તે પૂરી થાય છે. ઉજવણીના મુખ્ય દિવસોમાં પ્રાદેશિક વૈવિધ્ય છે.
ભારત અને નેપાળના ઘણા વિસ્તારોમાં હિન્દુ માન્યતા અનુસાર 14 વર્ષના વનવાસ બાદ રામના આગમન અને રાવણ પરના તેમના વિજયની ઉજવણીનું આ પર્વ છે. સમય જતાં આ શબ્દ હિન્દીમાં દિવાળી અને નેપાળીમાં દિપાવલીમાં ફેરવાઈ ગયો, પરંતુ આજે પણ ભારતની દક્ષિણ અને પૂર્વની ભાષાઓમાં હજુ પણ આ શબ્દ તેના મૂળસ્વરૂપે જળવાયો છે.
જૈન ધર્મમાં દિવાળી એ 15 ઓક્ટોબર, 527 ઈસ.પૂર્વે મહાવીર દ્વારા મેળવવામાં આવેલા નિર્વાણનું પ્રતિક છે.
છઠ્ઠા શીખ ગુરુ ગુરુ હર ગોબિંદ જી (1595-1644)ને બાદશાહ જહાંગીરે અન્ય 56 હિન્દુ રાજાઓની સાથે ગ્વાલિયરના કિલ્લામાં બંદી બનાવ્યા હતા, તેમને મુક્ત કરાય પરત આવ્યા ત્યારથી તેમની યાદમાં શીખ ધર્મમાં અમૃતસર શહેરને ઝગમગાવવામાં આવે છે અને ત્યારથી દિવાળી મહત્ત્વ ધરાવે છે.અન્ય કેદીઓને મુક્ત કર્યા બાદ તેઓ પવિત્ર શહેર અમૃતસરમાં આવેલ દરબાર સાહિબ (સુવર્ણ મંદિર) ગયા હતા અને ત્યાં લોકોએ મીણબત્તીઓ અને દીવડાઓ પ્રગટાવીને ગુરુને ઉમળકાભેર આવકાર આપ્યો હતો. આ કારણથી શીખો દિવાળીને બંદી છોડ દિવસ- "કેદમાં પૂરાયેલા લોકોની આઝાદીનો દિવસ" પણ કહે છે.
હિન્દુ બહુમતી ધરાવતા દેશ નેપાળના બૌદ્ધધર્મીઓમાંથી નેવાર બૌદ્ધધર્મીઓ પણ આ તહેવાર ઉજવે છે.
ભારત અને નેપાળમાં હવે દિવાળીને રાષ્ટ્રીય તહેવાર ગણવામાં આવે છે અને ધર્મ-સંપ્રદાયના ભેદભાવ વગર નેપાળ અને ભારતના મોટાભાગના લોકો આ તહેવારના ધાર્મિક મહાત્મ્યનો લાભ મેળવે છે.
દિવાળીના પર્વ પર તેલના દીવા.
દિપઆવલી નો અર્થ થાય છે દીવડાઓની હારમાળા (સંસ્કૃત દિપ = દીવડો અને આવલી = હારમાળા, હાર). ઘણી આધુનિક ભાષાઓમાં અને ખાસ કરીને ઉત્તર ભારતમાં તેને દિવાળીના ટૂંકા નામથી ઓળખવામાં આવે છે.
વિવિધ સમુદાયો દિવસોની સંખ્યાને અલગ પાડવા માટે કિધાની ઉજવણી કરે છે.ભારત અને નેપાળમાં મુખ્ય દિવસો સરખા હોવા છતાં અને એક સાથે જ આવતા હોવા છતાં તેઓ અલગ-અલગ ગ્રેગેરિયન મહિનાઓમાં આવે છે, જેનો આધાર જે-તે વિસ્તારમાં પ્રચલિત હિન્દુ પંચાંગની આવૃત્તિ પર રહેલો છે. હિન્દુ પંચાંગની અમંતા ("નવા ચંદ્રનો અંત") આવૃત્તિનો રાષ્ટ્રીય પંચાંગ તરીકે સ્વીકાર કરવામાં આવ્યો છે. દક્ષિણ ભારત અને મહારાષ્ટ્રમાં પ્રચલિત આ પંચાંગ મુજબ અશ્વિન મહિનાના છેલ્લા ચાર દિવસ અને કારતક મહિનાના શરૂઆતના બે દિવસો દરમિયાન, આમ કુલ છ દિવસ સુધી તહેવાર ઉજવવામાં આવે છે.ઉત્તર ભારતમાં પ્રચલિત પૂર્ણિમાંતા ("પૂર્ણ ચંદ્રનો અંત") આવૃત્તિ મુજબ તે અશ્વાયુજા/અશ્વિન મહિનાની મધ્યમાં આવે છે. ગ્રેગેરિયન કેલેન્ડર મુજબ તે સામાન્ય રીતે ઓક્ટોબર કે નવેમ્બર મહિનામાં આવે છે. નેપાળમાં નેપાળી પંચાંગ મુજબ તેની ઉજવણી કરાય છે. આ તહેવાર નેપાળી વર્ષના છેલ્લા ત્રણ દિવસો અને પ્રથમ બે દિવસ દર્શાવે છે.
અયોધ્યા,પુષ્પક વિમાનમાં તેમને ઉડીને જતા દર્શાવતો દિવસ, આ દિવસ હવે દિવાળી તરીકે ઉજવાય છે અસત પર સતના વિજયને પ્રદર્શિત કરતો આ તહેવાર અંતરના અંધકારને ઉલેચવાનો દિવસ પણ છે.રામાયણમાં દર્શાવ્યુ છે તે મુજબ પ્રતિકાત્મક સંદર્ભે તે સદગુણો અને શ્રદ્ધાના ગૃહ આગમનને દર્શાવે છે.
દિવાળીના દિવસે ઘણાં લોકો નવા કપડાં પહેરે છે અને એકબીજાને મિઠાઈ તથા ફરસાણો ખવડાવે છે.કેટલાક ઉત્તરભારતીય વેપારી સમુદાયો દિવાળીના દિવસે તેમના નાણાકીય વર્ષનો પ્રારંભ કરે છે અને નવા ચોપડા શરૂ કરે છે.
આની સાથે હિન્દુઓની ઘણી મહત્વની ઘટનાઓ સંકળાયેલી છે:
રામનું અયોધ્યા આગમન :વનવાસ અને યુદ્ધમાં રાવણના મૃત્યુ પછી 14 વર્ષે અયોધ્યાના રાજા રામ પોતાની પત્ની સીતા અને ભાઈ લક્ષ્મણ સાથે અયોધ્યા પરત ફર્યા તેની ખુશીમાં પણ દિવાળી ઉજવવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે અંધકારભર્યા માર્ગમા પ્રકાશ પાથરવા માટે અયોધ્યાના લોકોએ ઘીના દીવા કર્યા હતા. દક્ષિણ ભારતમાંથી રામે પોતાના ઉત્તર ભારતમાં તેમના રાજ્ય તરફ મુસાફરી કરી હોવાથી તેઓ પહેલા દક્ષિણમાંથી પસાર થયા હતા.આ કારણથી દક્ષિણ ભારતમાં આ તહેવાર એક દિવસ વહેલો ઉજવાય છે.
નરકાસુરનો વધ : દિવાળીના એક દિવસ પહેલા ઉજવાતો નરક ચતુર્દશીનો દિવસ અત્યાચારી રાક્ષસ નરકાસુરનો વધ કૃષ્ણના પત્ની સત્યભામાએ કર્યો હતો. આ ઘટના કૃષ્ણના અવતાર સમયે દ્વાપર યુગમાં બની હતી. અન્ય એક કથા મુજબ, રાક્ષસને કૃષ્ણએ માર્યો હતો ( કૃષ્ણએ પત્ની સત્યભામાને ઈન્દ્રને હરાવવા નર્શને મારવા ઉશ્કેર્યા હતા: ગોવર્ધન પૂજા દિવાળીના એક દિવસ બાદ ઉજવાય છે. આ દિવસે કૃષ્ણએ વરસાદ અને વીજળીના દેવતા ઈન્દ્રને હરાવ્યા હતા. કથા મુજબ, ભગવાન ઈન્દ્રની વાર્ષિક પૂજા માટેની મોટી તૈયારીઓ કૃષ્ણએ જોઈ અને તેમણે આ અંગે પિતા નંદને પ્રશ્ન પૂછ્યા.ગ્રામજનો સાથે તેમણે સાચા ‘ધર્મ’ અંગે ચર્ચા કરી. તેઓ ખેડૂત હતા અને તેમણે કૃષિ તથા પશુધનના રક્ષણ પર ધ્યાન આપવું જોઈએ અને પોતાની ફરજ નિભાવવી જોઈએ. તેઓ સતત એવું કહેતા હતા કે દરેક મનુષ્યએ પોતાની ક્ષમતા મુજબ શ્રેષ્છ રીતે પોતાનું 'કર્મ' કરવું જોઈએ અને કુદરતના તત્વોને પ્રાર્થના કરવી જોઈએ નહિ. ગ્રામજનો કૃષ્ણ સાથે સંમત થઈ ગયા અને વિશેષ પૂજા (પ્રાર્થના) કરી નહિ.આનાથી ઈન્દ્ર ગુસ્સે ભરાયા અને ગામમાં પૂર લાવી દીધું.ત્યાર બાદ કૃષ્ણે ગોવર્ધન પર્વત ઊંચકી લીધો અને તેમના લોકો તથા પશુઓને વરસાદથી બચાવવા માટે તેને પકડી રાખ્યો. આખરે ઈન્દ્રએ પોતાનો પરાજય સ્વીકાર્યો અને કૃષ્ણની સર્વોચ્ચતાને સ્વીકારી.