Monday, September 7, 2009

સૃષ્ટીના રચયીતા By Sapan Shah


એક વાર સૃષ્ટીના રચયીતા મારા પર પ્રસન્ન થયા
"સપન, માંગ... માંગ... માંગે તે આપું.."
મે કહ્યુ "તમારી સૌથી સુંદર રચના બનાવીને આપો."
તરત જ એમણે કામ શરૂ કર્યું.....

ધરતી પાસેથી એમણે ગંભીરતા લીધી
અને ઝરણા પાસેથી ચંચળતા...
કોયલ પાસેથી એમણે કંઠ લી઼ધો
અને હંસ પાસેથી સુંદરતા...
સુર્ય પાસેથી એનો ઉજાસ લીધો
અને ચંદ્ર પાસેથી શીતળતા....
મોર પાસેથી એમણે કળા લીધી
અને ફુલ પાસેથી કોમળતા....
સાગર પાસેથી એમણે ગહેરાઈ લીધી
અને હિમાલય પાસેથી ઉત્તુંગતા....
પવન પાસેથી એમણે પ્રેમ લીધો
અને મદીરા પાસેથી મદહોશતા....
વૃક્ષ પાસેથી એમણે સાધના લીધી
અને ડાળીઓ પાસેથી લચકતા....
ભમરા પાસેથી એમણે ગુંજન લીધુ
અને બુલબુલ પાસેથી શરમાળતા...

આ બધાને ઉમેરી રચયીતાએ એક ભેટ તૈયાર કરી...
અને જુઓ... મિત્ર તરીકે તમે મને મળી ગયા....

Kavi Shree Sapan Shah
--
Nishant Gor
Bhuj Kutch
Contact +91 9428220471
www.kachchh.webs.com
www.kutchastronomyclub.blogspot.com
www.nishantgor.blogspot.com
www.kutchtour.blogspot.com

¨`•.•´¨) Always
`•.¸(¨`•.•´¨) Keep
(¨`•.•´¨)¸.•´ Smiling!
`•.¸.•´

5 comments:

 1. કોઈની રચનાની નિચે તમારૂં નામ લખવાથી એ રચના તમારી નથી થઈ જતી... મહેરબાની કરી આ ધંધા બંધ કરો....

  અને એક ખાસ વાત... મારી ઉપરોક્ત રચના કોપી રાઈટ કરેલી છે.. નિચે મારૂં નામ લખો અથવા.. આખી પોસ્ટ ડીલીટ કરો...

  ReplyDelete
  Replies
  1. આ રચના શુન્ય પાલનપુરીની રચના ઉપરથી ઉતરી આવેલી છે... આપે પણ શુન્યપાલનપુરીનુ નામ લખવુ જોઇતુ હતુ...

   Delete
  2. એક દી સર્જકને આવ્યો

   એક દી સર્જકને આવ્યો કૈં અજબ જેવો વિચાર
   દંગ થઈ જાયે જગત એવું કરું સર્જન ધરાર

   ફૂલની લીધી સુંવાળપ શૂળથી લીધી ખટક
   ઓસથી ભીનાશ લીધી બાગથી લીધી મહક

   મેરૂએ આપી અડગતા ધરતીએ ધીરજ ધરી
   વૃક્ષથી પરમાર્થ કેરી ભાવના ભેગી કરી

   બુદબુદાથી અલ્પતા ગંભીરતા મઝધારથી
   મેળવ્યો કંકાસ મીઠો મોજના સંસારથી

   પ્રેમ સારસનો ઉપાડ્યો પારેવાનો ફડફડાટ
   કાગથી ચાતુર્ય લીધું કાબરોથી કલબલાટ

   ખંત લીધી કીડીઓથી મક્ષિકાથી શ્રમ અથાગ
   નીરથી નિર્મળતા લીધી આગથી લીધો વિરાગ

   પંચભૂતો મેળવી એ સર્વેનું મંથન કર્યું
   આમ એક દી સર્જકે નારીનું સર્જન કર્યું

   દેવ દુર્લભ અવનવી આ શોધ જ્યાં બીબે ઢળી
   એ દિવસથી દર્દ કેરી ભેટ દુનિયાને મળી

   સ્વર અને સૂરઃ મનહર ઉધાસ
   રચનાઃ ‘શૂન્ય’ પાલનપુરી

   Delete
 2. Dear સપનભાઈ

  આપની ઈચ્છા મુજબ આપનું નામ આપની રચના નીચે લખી રહ્યો છું.
  હું મારા બ્લોગમાં મને જે વાંચવાનું ગમે છે તે મુકું છું. મને આપની આ કૃતિ ખુબ ગમી છે અને મને તે ઈ-મેઈલ મારફત કેટલાય Paas-on બાદ મળી હશે.

  આપે જો મારો સંપૂર્ણ બ્લોગ જોયો હશે તો તમને ધ્યાને આવ્યું જ હશે કે મારી જાણમાં હોય તેવા દરેક કવિઓના નામ મેં મારા બ્લોગ પર મુકેલી કવિતાઓ નીચે લખ્યા જ છે.

  સારી તેમજ નરસી ફરિયાદ સાથે મારો બ્લોગ જોઈ મારી માહિતી વધારવા તેમજ આપની કોમેન્ટ્સ આપવા માટે આપનો આભાર...


  આ ઉપરાંત જો તમને તમારી કોઈ કૃતિ મારા બ્લોગ પર મુકવા જેવી લાગે તો તે મને ઈ-મેઈલ કરવા વિનંતી
  હું તે કૃતિ તમારા નામ સાથે જ મુકીશ....

  આભાર સહ

  નિશાંત ગોર

  ReplyDelete
 3. ઘણી વખત કૃતી કરતા કોમેન્ટ વાંચવાની મજા ઓર હોય છે...

  ReplyDelete