Friday, July 30, 2010

દહીં ખાઓ અને કોલેસ્ટરોલ ઘટાડો

દહીં ખાઓ અને કોલેસ્ટરોલ ઘટાડો
આયુર્વેદનાં પ્રાચીન ગ્રંથોમાં દહીંનાં ગુણકર્મોનું ઘણું વિસતૃત નિરૂપણ થયેલું છે.દહીંનો દૈનિક આહારમાં નિયમિત ઉપયોગ કરવાથી રકતમાં રહેલા કોલેસ્‍ટેરોલની માત્રા ખૂબ જ ઓછી થઈ જાય છે. હા, આ દહીં મલાઈ વગરનાં દૂધમાંથી બનાવેલું હોવું જોઈએ. દહીં હ્રદયને બળ આપે છે. એટલે હ્રદય રોગીઓએ મલાઈ વગરનાં દહીં કે છાશનો નિયમિત ઉપયોગ કરવો જોઈએ. દહીં મધુરઘ ખાટું, તૂરું, ઉષ્‍ણ,રુક્ષ અને અગ્નિ પ્રદીપ્‍ત કરનાર છે. વિષ, સોજા, સંગ્રહણી આંતરડાંના રોગો, પાંડુરોહ, રકતાલ્‍પતા, મસા- પાઈલ્‍સ, બરોળ, સ્‍પલિનના રોગો ગોળો- આફરો, મંદાગ્નિ અરુચિ, વિષમજવર, તરસ, ઊલટી, શૂળ, મેદની તકલીફ તથા કફ અને વાયુના રોગો મટાડે છે. અરુચિ તથા નાડીઓમાં અવરોધમાં હિતકારી છે. આયુર્વેદના ગ્રંથોમાં તો દહીંનાઉપર્યુંકત ઘણા ગુણકર્મો દર્શાવાયા છે. પ્રાચીન ચિકિત્‍સકો અને મહર્ષિ‍ઓ આ વાત જાણતા હતા એટલે દહીંને પવિત્ર ગણી તેને પાંચ અમૃતો એટલે કે 'પંચામૃત'માં સ્‍થાન આપ્‍યું છે. પૂર્વે આપણે ત્‍યાં અતિથિઓ અને મહેમાનનું સ્‍વાગત દહીં કે છાશ – લસ્‍સી પીવા આપીને કરવામાં આવતું. આ કારણથી પાચનતંત્ર સબળ અને સક્રિય રહેતું. આજે આ દહીંનું સ્‍થાન 'ચા' એ લીધું છે. અત્‍યારે આપણે ત્‍યાં અમ્‍લપિત્ત – એસિડિટી, અલ્‍સર, ગેસ, મંદાગ્નિ અને અરુચિનું પ્રમાણ પહેલાં કરતાં વધ્‍યું છે. પહેલાં આપણે ત્‍યાં દહીંનો વ્‍યાપક પ્રમાણમાં ઉપયોગ થતો. છાશની પરબો ચાલતી, પરંતુ અંગ્રેજોના શાસનકાળથી પશ્ચિમી રીતરિવાજોનાં આંધળાં અનુકરણ સાથે દહીં, છાશ પીવાનો આપણો મૂળ સ્‍વાસ્‍યપ્રદ રિવાજ મૃતપ્રાય થઈ ગયો અને પરિણામે છેલ્‍લાં સો વર્ષથી આપણે ત્‍યાં પાચનતંત્રના શોગો અને હ્રદય રોગોનું પ્રમાણ વધ્‍યું છે.
--
Nishant Gor
Bhuj Kutch
Contact +91 9879554770
www.kachchh.webs.com
www.kutchastronomyclub.blogspot.com
www.nishantgor.blogspot.com
www.kutchtour.blogspot.com


¨`•.•´¨) Always
`•.¸(¨`•.•´¨) Keep
(¨`•.•´¨)¸.•´ Smiling!
`•.¸.•´

Tuesday, July 20, 2010

વર્ષા( बारिश )

ધીમી ધારે ટપકતું,
(टिप् टिप् हुआ,)

વરસે મધુરો મેહ.
(बरस रहा है मेघ.)

આવી મૌસમ વર્ષાની,
(आई मौसम बारिशकी,)

"નિર્ઝર" નાચે રે.
("निर्ज़र" नाचे रे.)


Created By Nishant Gor "Nirzar"

Wednesday, July 14, 2010

Ashadhi Bij

Ashadhi Bij


Hey Ashadhi Bij! We are Waiting for You,

hey GOD of shower(rain) bless our KUTCH (our Place)!

Outskirts are also waiting for the sound of your footstep,

We are egerly waiting for u Dear!

Please Listen to our request,

Please Solve the problem of Rain for my dear land Kutch!

We Kutchis Always Waiting for The Water of Rain,

Please feed us the water of rain as Holy Mother!


------- Nishant Gor, "Nirzar"

Date :- 15-July-2010

Time :- 8:00 AM


--
Nishant Gor
Bhuj Kutch
Contact +91 9879554770
www.kachchh.webs.com
www.kutchastronomyclub.blogspot.com
www.nishantgor.blogspot.com
www.kutchtour.blogspot.com


¨`•.•´¨) Always
`•.¸(¨`•.•´¨) Keep
(¨`•.•´¨)¸.•´ Smiling!
`•.¸.•´

Thursday, June 17, 2010

આપણે ગુજરાતીઓ ...........

આપણે ગુજરાતીઓ …..
હોટેલમાં કોઈ ચા મંગાવે અને ચામાં માખી પડે તો શું થાય …. ?
(1) ચોખ્ખાઈનો આગ્રહી બ્રિટિશર ચા પીધા વગર ભરેલો કપ તરછોડીને જતો રહે.

(2) ' કેર-ફ્રી ' સ્વભાવવાળો અમેરિકન ચામાંથી માખી કાઢી ચા પી જાય....

(3) ' ચાલુ ' સ્વભાવવાળો ઓસ્ટ્રેલિયન ચા ઢોળી કપ લઈને જતો રહે.

(4) ' ચિત્ર-વિચિત્ર ' ખાનારો ચીનો માખી ઊપાડીને ખાઈ જાય.
આ સમયે એક ' મહાન વ્યક્તિ ' ત્યાં હાજર હોય તો એ શું કરે ખબર છે ? એ ' મહાન ' વ્યક્તિ બ્રિટિશર પાસેથી તરછોડેલી ચાના પૈસા લે. એણે તરછોડેલી ચા અમેરિકનને વેચી દે , કપ ઓસ્ટ્રેલિયનને વેચી અને અને માખી ચીનાને વેચી દે! બધાના પૈસા ખિસ્સામાં મૂકી ઘર ભેગો થઈ જાય. આ સોલિડ ગણતરીબાજ મહાન વ્યક્તિ એટલે કોણ ખબર છે ? આ અદ્દભુત , જોરદાર મહાનુભાવ એટલે ' ગુજરાતી ' !
આખી દુનિયામાં ' વર્લ્ડ બેસ્ટ વેપારી ' નો જેને એવોર્ડ મળેલો છે , તે છે – હું , તમે અને આપણે બધા – ' ગુજરાતીઓ ' , પણ આપણે માત્ર વેપારી જ નથી , વેપારીથી પણ વિશેષ છીએ. આપણો સ્વભાવ , આપણી આદતો , આપણી ખાસિયતો આપણને બીજાથી નોખાં અને જુદાં બનાવે છે. તો ચાલો આપણે ગુજરાતીઓ કેવા છીએ એની ચર્ચા આજે એરણ ઉપર ચઢાવીએ.
આપણા ભારત દેશનો નકશો જુઓ તો એમાં પશ્ચિમ છેડે હસતાં મોઢાના આકારવાળું રાજ્ય દેખાશે. આ હસતું મોઢું એટલે આપણું ગુજરાત અને તેમાં વસતા સાડા પાંચ કરોડ હસતાં મોઢા એટલે આપણે ગુજરાતીઓ , પણ ગુજરાતીઓ માત્ર ગુજરાતમાં જ વસે છે તે માનવું ભૂલભરેલું છે. ગુજરાતીઓ આખી દુનિયામાં બધે જ ફેલાયેલા છે અને બધી જ જગ્યાએ ધંધો કરી ' બે પૈસા ' કમાઈ રહ્યા છે.
વિશ્વપ્રવાસે નીકળવાના શોખીન ગુજરાતીઓમાનો કોઈ સહારાનું રણ જોવા જાય અને ત્યાં તેને ચાની કીટલી ચલાવતો ગુજરાતી મળી જાય તેવું બને ખરું! પેંગ્વિન કે સફેદ રીંછ ઉપર રિસર્ચ કરતો વૈજ્ઞાનિક એન્ટાર્કટિકામાં જાય ત્યારે ત્યાં તેને આઈસ્ક્રીમ પાર્લર ચલાવતો ગુજરાતી મળી જાય એવું પણ બને.
' મનીમાઈન્ડેડ ' તરીકે જાણીતા ગુજરાતીઓનો પૈસા કમાવાનો ગાંડો શોખ તેમને દુનિયામાં બધે જ લઈ જાય છે (કાયદેસર કે ગેરકાયદેસર !). તેમાંય ફોરેન જવા માટે ગુજરાતીઓનો સૌથી ફેવરિટ દેશ હોય તો અમેરિકા. જેમ વૈજ્ઞાનિકોને મંગળ કે ચંદ્ર પર જવાનું વળગણ હોય છે તેમ ગુજરાતીઓને કોઈ પણ રીતે અમેરિકા વટી જવાનું વળગણ હોય છે. ત્યાં જઈને ભલે ' કંઈ પણ ' કરવું પડે પણ તે માટે તેઓ અહીંયા ' કંઈ પણ ' કરવા તૈયાર હોય છે. કેટલાક તો માણસમાંથી ' કબૂતર ' બનવા તૈયાર થઈ જાય છે... આ ' કબૂતરો ' નું અંતિમ લક્ષ્ય ડૉલરનું ચણ ચણવાનું હોય છે. (કેમકે , એક ડૉલર બરાબર પચ્ચાહ રૂપિયા થાય ને ભઈ!) આને જ રિલેટેડ આપણી એક બીજી આદત પણ છે.
આપણને આપણી ગુજરાતી ભાષા કરતાં અંગ્રેજી ભાષાનું સોલિડ વળગણ છે. યુ નો , આપણે બધા સેન્ટેન્સમાં વિધાઉટ એની રિઝન ઈંગ્લિશ વર્ડઝ ઘૂસાડી દઈએ છીએ. ગમે તેવું ખોટું અને વાહિયાત અંગ્રેજી બોલનારાઓને આપણે બહુ હોશિયાર ગણીએ છીએ. ગુજરાતી સારું બોલતા ના આવડતું હોય તો ચાલે પણ બકવાસ અંગ્રેજી બોલતા તો આવડવું જ જોઈએ તેવો આપણને ભ્રમ પેસી ગયો છે. બે-ચાર ગુજરાતીઓ ક્યાંક ભેગા થાય તો તેમને અંગ્રેજી બોલવાનો એટેક આવે છે. કેટલાક તો અંગ્રેજી છાંટવાળું પહોળાં ઉચ્ચારોવાળું ગુજરાતી બોલતા હોય છે અને તેનો ગર્વ અનુભવે છે.
(ઓ … કખે … ગાય્ઝ એન્ડ ગા … લ્ઝ ….. હું છું … ત...મા … રો …... દો … સ્ત … ઍન્ડ … હો..સ્ટ … વિનુ … વાહિયાત …. ઍન્ડતમે લિસન કરી રહ્યા છો … રેડિયો ચારસો વીસ …. ઈ … ટ … સ … રો … કિં … ગ …)

આવી રીતે ગુજરાતી ભાષાના ' સિસ્ટર મેરેજ ' કરવા બદલ રેડિયો જોકીઓ અને ટીવી પ્રોગ્રામના એન્કરોને તો ખાસ શૌર્યચંદ્રક આપવો જોઈએ. સરસ-મજાની વિપુલ પ્રમાણમાં શબ્દભંડોળ ધરાવતી આપણી માતૃભાષા ગુજરાતીની સૌથી વધુ અવગણના કરતાં હોય તો તે આપણે પોતે જ છીએ... (અંગ્રેજી શીખવામાં કંઈ જ વાંધો નથી , પણ ગુજરાતી ભાષાને બગાડો એ ખોટું ને , ભઈ ?!)
પરદેશી , પરદેશી ભાષા અને તેની સાથે પરદેશના ખોરાકનું પણ ગુજરાતીઓને અજબ-ગજબનું વળગણ છે. આપણે ત્યાં જે ચાઈનીઝ ખવાય છે તેવું જો કોઈ પણ ચીનો ચાખી લે તો આપઘાત જ કરી લે ! સવાસો કરોડ ચીનાઓમાંથી કોઈએ ક્યારેય ના ખાધી હોય તેવી એક ચાઈનીઝ વાનગી અહીંયા મળે છે. એ છે ' ચાઈનીઝ ભેળ ' . આપણે ઈટાલીના પિઝાના પણ આવા જ હાલ કરી નાખ્યા છે. મજાની વાત એ છે કે આપણે ત્યાં ઈટાલિયન પિઝાની સાથે જૈન પિઝા અને ફરાળી પિઝા મળે છે! અને તમને કહી દઉં બોસ , હવે મેક્સિકન અને થાઈ ફૂડનો વારો છે! થોડા જ વખતમાં આપણે ત્યાં મેક્સિકન મેંદુવડા અને થાઈ ઠંડાઈ મળતી થઈ જશે. (ટૂંકમાં આપણે વિશ્વની કોઈ પણ વાનગીનું ગુજરાતીકરણ કરવા માટે સક્ષમ છીએ , હોં ભઈ !)
સૌથી વધારે તેલથી લથબથ વાનગીઓ આરોગવાન?? શોખીન ગુજરાતીઓ ખાવાની સાથે ' પીવા ' ના પણ શોખીન છે. આ ' પીવા ' નું એટલે શું તે કોઈને સમજાવવાની જરૂર નથી. દારૂબંધી હોવા છતાં પણ અહીંયા ખૂબ ' પીવાય ' છે. દૂધવાળા અને શાકવાળાની જેમ દરેક પીનારાનો પોતાનો અંગત સપ્લાયર હોય છે ; જે હોમડિલિવરી કરી જાય છે.. પીવું એ ગુજરાતીઓ માટે મોટું થ્રીલ છે , જેની સાથે આપણે વીરતાનો ભાવ જોડી દીધો છે. ધોનીને આઠ લિટર દૂધ પીધા પછી જેટલો ગર્વ ન થાય તેટલો આપણને બે પેગ પીધા પછી થતો હોય છે. ગુજરાતીઓ અને તેમના પીવાના શોખ પર લખવા બેસીએ તો એક અલગ લેખ લખવો પડે એટલે આ મુદ્દાને અહીંયા જ બોટમ્સ અપ કરી દઈએ.
ગુજરાતીઓનો જીવનમંત્ર છે ખઈ-પીને સૂઈ જવું. ઘણા તો બપોરે ખાધા પછી ચાર કલાક માટે કામ-ધંધા બંધ કરીને આડા પડખે થઈ જતા હોય છે. ગુજરાતીઓની રાતની સૂવાની એક ખાસિયત તો અદ્દભુત છે. આપણે ધાબે-અગાશીમાં સૂવાના શોખીન છીએ.
ઉનાળો શરૂ થતાં વેંત રાત્રે સાડા આઠ-નવ વાગ્યે ગાદલાંના પિલ્લાઓ લઈ ધાબે ધસી જતા ગુજરાતીઓને નિહાળવા એક લહાવો છે. એવું ના માનશો કે આપણે ઉનાળામાં નવ વાગ્યામાં સૂઈ જઈએ છીએ , આ તો આપણે બે કલાક માટે પથારી ઠંડી કરવા મૂકીએ છીએ. ધાબે ઠંડી પથારીઓમાં સૂવાનું કલ્ચર માત્ર આપણા ગુજરાતમાં જ છે એવું અમારું દઢ પણે માનવું છે. (મકાનમાં ઘરફોડ ચોરી થઈ જાય એનો વાંધો નહીં , પણ લાખ રૂપિયાની ઊંઘ ના બગડવી જોઈએ , હોં ભઈ!) આટલું ખઈ-પીને સૂઈ જઈએ એટલે શરીર વધી જ જાય ને! ફાંદાળા પુરુષો અને બરણી આકારની બહેનો ગુજરાતની ધરતીને ધમરોળતી જોવા મળે છે તેનું કારણ આપણા આ શોખ જ છે. એટલે જ આપણે લેંઘા-ઝભ્ભા અને સાડીઓ જેવા ' ફ્લેક્સિબલ ' ડ્રેસ અપનાવ્યા છે જેથી શરીર વધે તો પણ કપડાં ટાઈટ પડવાની ચિંતા નહીં.
વધેલા શરીરે ટીવી સામે બેસી રમતગમત જોવાનો પણ આપણે ખૂબ શોખ છે. (આ વાક્યમાં રમતગમત એટલે ક્રિકેટ...ક્રિકેટ … અને માત્ર ક્રિકેટ …) 18 વર્ષની ઉંમર પછી ગુજરાતીઓ શારીરિક શ્રમ પડે તેવી કોઈ રમતો રમતા જ નથી. તેમ છતાંય દરેક બાપ એના દીકરાને અચૂક કહેતો જોવા મળે કે ' અમે , અમારા જમાનામાં બહુ રમતા ' તા હોં ભઈ! '

વધેલા શરીરવાળા ગુજરાતીઓ માટે કસરત એટલે જમ્યા પછી પાનના ગલ્લા સુધી ચાલતાં જવું તે. મોઢામાં પાન કે મસાલો દબાવી કલાકો સુધી વિષયવિહીન ચર્ચાઓ કરવામાં ગુજરાતીઓની માસ્ટરી છે. પાનના ગલ્લા અને ચાની કીટલીઓ એ ગુજરાતીઓ માટે વૈચારિક આદાન-પ્રદાન માટેના આદર્શ સ્થાનકો છે. સાચો સમાજવાદ આ બે જગ્યાઓએ જ જોવા મળે છે. અહીંયા ગાડી , સ્કૂટરવાળા સાથે જ મજૂર પણ ઊભો રહી ચા પીતો હોય છે. (આ વાત પર બે કટિંગ ચા થઈ જાય , હોં ભઈ!)
દરેક ગુજરાતી મા-બાપને તેમના સંતાનોને ડોક્ટર , એન્જિનિયર કે સી.એ. બનાવવામાં જ રસ હોય છે. સંતાનોની કરિયર મા-બાપ જ નક્કી કરે છે. કોઈ ગુજરાતી મા-બાપને એવું કહેતા સાંભળ્યા નથી કે ' મારે મારા દીકરાને કલાકાર બનાવવો છે , મારે મારી દીકરીને ચિત્રકાર બનાવવી છે , મારો દીકરો ફોજમાં જશે , મારી દીકરીને એથ્લિટ બનાવવી છે , મારા દીકરાને ફેલ્પ્સ જેવો તરવૈયો બનાવવો છે. ' ( નાટક-ચેટક , કવિતા , સાહિત્ય-લેખનના રવાડે ચઢેલા છોકરાંવને તો આઉટલાઈનના કહેવાય છે , હોં ભઈ !)
રૂપિયા કમાવા સિવાય બીજો કોઈ પણ શોખ ન ધરાવતા ગુજરાતીઓનો એક શોખ ખૂબ જાણીતો છે રજાઓમાં ફરવા જવાનો અને તે પણ સાથે ખૂબ બધા નાસ્તા લઈને. જ્યારે અને જ્યાં પણ ફરવા જઈએ ત્યારે ડબ્બાઓના ડબ્બા ભરીને સેવમમરા , ઢેબરાં , ગાંઠિયાં , પૂરીઓ , અથાણાં સાથે લઈને નીકળીએ છીએ. ઘર બદલ્યું હોય એટલો બધો સામાન લઈ ટ્રેનમાં ખડકાઈએ છીએ અને ટ્રેન ઉપડે કે પંદર જ મિનિટમાં રાડારાડી કરતાં નાસ્તાઓ ઝાપટવા મંડીએ છીએ અને ઢોળવા મંડીએ છીએ. ગુજરાતીઓના ફરવાના શોખના કારણે પરદેશની ટૂરમાં ગુજરાતી થાળી મળતી થઈ ગઈ છે. જો ગુજરાતીઓ ફરવાનું બંધ કરી દે તો બધી જ ટ્રાવેલ્સ એજન્સીઓ અને પેકેજ ટૂર , કપલ ટૂરવાળાઓનું ઉઠમણું થઈ જાય. (આપણે ફરવાની સાથે ફરવાની સલાહ આપવાના પણ શોખીન છીએ. નવસારી સુધી પણ નહીં ગયેલો માણસ નૈનિતાલ કેવી રીતે જવું તેની સલાહ આપી શકે , હોં ભઈ!)

ગુજરાતીઓના લેટેસ્ટ બે શોખ. એક - ટુ વ્હીલર અને બીજો - મોબાઈલ . જગતમાં સૌથી વધારે ટુ વ્હીલર ગુજરાતમાં ફરે છે. આપણું ચાલે એક રૂમમાંથી બીજા રૂમમાં જવા માટે પણ ટુ-વ્હીલર વાપરીએ. પહેલાના જમાનામાં એવું કહેવાતું તું કે ' દેવું કરીને પણ ઘી પીવું. ' હવે એવું કહેવાય છે કે ' દેવું કરીને પણ બાઈક લેવું. ' ગુજરાતીઓના ' દિલની સૌથી નજીક ' જો કોઈ હોય તો તે છે મોબાઈલ (કેમકે આપણે મોબાઈલને હંમેશાં શર્ટના ઉપલાં ખિસ્સામાં જ રાખીએ છીએ.) જાત-જાતના મોબાઈલ , ભાતભાતની રિંગટોનનો આપણને જબરજસ્ત ક્રેઝ છે. મોબાઈલની સૌથી વધુ સ્કિમ આપણા ગુજરાતમાં જ છે અને તેનો સૌથી વધુ લાભ પણ ગુજરાતીઓ ઉઠાવે છે. જો સ્કિમમાં ' ફ્રી ' લખ્યું તો તો ' ખ … લ્લા … સ '. રાત્રે દસથી સવારે છ , ' મોબાઈલથી મોબાઈલ ફ્રી ' એવી સ્કિમ જાહેર થાય એટલે ગુજરાતીઓ મચી જ પડે.. બાજુ-બાજુમાં બેઠા હોય તો પણ મોબાઈલથી મોબાઈલ વાતો કરે ! (હે … લો …, અને જ્યારે બિલ આવે ત્યારે કંપનીવાળા જોડે સૌથી વધુ બબાલ પણ આપણે જ કરીએ છીએ , હોં ભઈ !)

ગુજરાતીઓની સ્વભાવગત ખાસિયત પણ અનોખી છે. આપણે એવર ઓપ્ટિમિસ્ટ એટલે કે સદાય આશાવાદી માણસો છીએ. શેરબજાર ક … ડ … ડ … ડ … ભૂ...સ … કરતું તૂટે તો પણ આપણે આશા રાખીએ છીએ કે ' કશો વાંધો નહીં , કાલે બજાર ઉપર આવી જ જશે. ' આ સાથે આપણે ગુજરાતીઓ એટલા જ ખમીરવંતા પણ છીએ. ભૂકંપ આવે , પૂર આવે કે બોમ્બ બ્લાસ્ટ થાય , આપણે ત્યાં બીજા દિવસથી તો બધું રાબેતા મુજબ ….

ગુજરાતીઓની એક સૌથી મોટી ખાસિયત , ખૂબી , વિશેષતા , વિલક્ષણતા એ છે કે આપણે ગુજરાત?ઓ ક્યારેય પણ કોઈનાથી ઈમ્પ્રેસ થતા નથી. સાદા શબ્દોમાં કહીએ તો આપણે ક્યારેય કોઈથી ઘીસ ખાતા નથી. ગમે તેવો મોટો ચમરબંધી હોય પણ આપણે તેનાથી અંજાઈ જતા થી. ' એ લાટસા ' બ હોય તો એના ઘેર , મારે શું ?' આવી તાસીર જ આપણને ' જીદ કરી દુનિયા બદલવાની ' શક્તિ આપે છે અને તેના લીધે જ ગુજરાતની ધરતી પર ગાંધીજી , સરદાર અને ધીરુભાઈ જેવી હસ્તીઓ પાકી છે. (શું કહો છો , બરાબરને ભઈ ?)
હાચુ કઉં તો મને તો ઍક ગુજરાતી હોવાનો બહું ગર્વ છે , તમને છે ?
જો હા તો , ઍક સાચા ગુજરાતી તરીકે તમે પણ આપણી આ ' ગુજરાતી ગૌરવ ગાથા ' ને આગળ ધપાવો.

--
Nishant Gor
Bhuj Kutch
Contact +91 9879554770
www.kachchh.webs.com
www.kutchastronomyclub.blogspot.com
www.nishantgor.blogspot.com
www.kutchtour.blogspot.com


¨`•.•´¨) Always
`•.¸(¨`•.•´¨) Keep
(¨`•.•´¨)¸.•´ Smiling!
`•.¸.•´

Saturday, March 20, 2010

એક નાનકડો પ્રયત્ન સપન શાહની રચના ઉપર પ્રતિ રચના બનવવાનો.

પ્રેમ કર્યો છે મે એને, પછી એણે તોડેલા વચનના વેર શું ?
એને આપેલું વચન જો હું પણ તોડું, તો અમારા બન્નેમાં ફેર શું ?

~~: સપન :~~

એક નાનકડો પ્રયત્ન સપન શાહની રચના ઉપર પ્રતિ રચના બનવવાનો.

પ્રેમ એ તો પ્રેમ હોય છે, તેમાં કોઈ વચન શું કે વેર શું???
કઈ મજબૂરીમાં તોડી'તી, આપેલી એ યાદી વચનોની,
જો તમને એ જાણ થાય તો, મારા એ પ્રેમનું શું ???
"નિર્ઝર" બેવફા બનીને રહેશે, આખી ઝીંદગીમાં આપની,
જો આપને એ જણાવી જ દઉં, તો આપણા બંનેમાં ફેર શું???

નિશાંત ગોર "નિર્ઝર"

કોઈ ઉણપ રહી હોય તો દિલ પર પત્થર મૂકીને વખોડી નાખવા વિનંતી.
કેમ કે કોઈ છંદના કે કોઈ કાવ્યાત્મક નિયમો મને નથી આવડતા.
મારા દિલ માં જે આવ્યું અને જેવું આવડ્યું એવું લખવા પ્રયત્ન કર્યો છે.

Mari Rachana

એક નાનકડો પ્રયત્ન.

કદાચ તમને ગમે તો જરા રીપ્લાય કરી મારી હિંમત વધારજો....

"નિર્ઝર" હું દુશ્મનો પર વિશ્વાસ રાખું છું,

નિજ છાતી એ વાર જીલવાનો અવકાશ રાખું છું.

શત્રુઓ ઘાવ કરી મરહમ લગાવશે કદાચ...

ઘાવ ખોતરીને લોહી પી નારા હું મિત્રો રાખું છું.



નિર્ઝર - નિશાંત ગોર
--
Nishant Gor
Bhuj Kutch
Contact +91 9879554770
www.kachchh.webs.com
www.kutchastronomyclub.blogspot.com
www.nishantgor.blogspot.com
www.kutchtour.blogspot.com

Tuesday, January 19, 2010

જ્ઞાન એ દોરો પરોવેલી સોય જેવું છે.


પ્રભુ છે અને સર્વત્ર છે. આ તથ્ય આપણે બોલીએ તો છીએ, પણ આપણું આચરણ એવું છે કે જાણે પ્રભુ ક્યાંય છે જ નહિ.    –રવીન્દ્રનાથ ટાગોર


જો તમે મગજને શાંત રાખી શકતા હશો તો તમે જગને જીતી શકશો.   –ગુરુ નાનક


માણસ ચંદ્ર લગી પહોંચ્યો. પણ પૃથ્વી પરના મનુષ્યના હૃદય સુધી પહોંચવાનું હજી બાકી છે.  –ઉમાશંકર જોશી


કોઈનો સ્નેહ ક્યારેય ઓછો હોતો નથી, આપણી અપેક્ષાઓ જ વધારે હોય છે.
–હરીન્દ્ર દવે


જે મિત્ર નથી, તે શત્રુ બનતો નથી પણ જે મિત્ર છે તે જ એક દિવસ શત્રુ બને છે.
–ડૉંગરે મહારાજ


ધનસમૃદ્ધિ માણસને બદલી નથી નાખતી, પણ માણસનું અસલ સ્વરૂપ પ્રગટ કરી દે છે.
–થોમસ પેઈન


ભૂલોને આવતી રોકવા બધાં બારણાં બંધ કરી દેશો તો પછી સત્ય ક્યાં થઈને આવશે ?
–રવીન્દ્રનાથ ટાગોર


હું ભવિષ્યનો વિચાર કરતો નથી, કારણ હું વિચાર કરું એ પહેલાં તો એ આવી જાય છે.
–આલબર્ટ આઈન્સ્ટાઈન


જ્ઞાન એ દોરો પરોવેલી સોય જેવું છે. દોરો પરોવેલી સોય ખોવાતી નથી તેમ જ્ઞાન હોવાથી સંસારમાં ભૂલા પડાતું નથી.  –શ્રીમદ્ રાજચંદ્ર


આ દુનિયામાં ઘણી સહેલાઈથી છેતરી શકાય તેવી વ્યક્તિ જો કોઈ હોય તો તે આપણી જાત છે.
–લાઈટૉન

દાન આપતી વખતે હાથમાં શું હતું એ નહિ, પણ દિલમાં શું હતું એ જોવાનું છે.
–ફાધર વાલેસ


--
Nishant Gor
Bhuj Kutch
Contact +91 9879554770
www.kachchh.webs.com
www.kutchastronomyclub.blogspot.com
www.nishantgor.blogspot.com
www.kutchtour.blogspot.com


¨`•.•´¨) Always
`•.¸(¨`•.•´¨) Keep
(¨`•.•´¨)¸.•´ Smiling!
`•.¸.•´

Friday, December 18, 2009

काँच की बरनी और दो कप चाय...!!!




**काँच की बरनी और दो कप चाय **


एक बोध कथा

जीवन में जब सब कुछ एक साथ और जल्दी - जल्दी करने की इच्छा होती है , सब कुछ तेजी 
से पा लेने की इच्छा होती है , और हमें लगने लगता है कि दिन के चौबीस घंटे भी कम 
पड़ते हैं , उस समय ये बोध कथा , " काँच की बरनी और दो कप चाय " हमें याद आती 
है । 

दर्शनशास्त्र के एक प्रोफ़ेसर कक्षा में आये और उन्होंने छात्रों से कहा कि वे 
आज जीवन का एक महत्वपूर्ण पाठ पढाने वाले हैं ... 

उन्होंने अपने साथ लाई एक काँच की बडी़ बरनी ( जार ) टेबल पर रखा और उसमें टेबल 
टेनिस की गेंदें डालने लगे और तब तक डालते रहे जब तक कि उसमें एक भी गेंद समाने 
की जगह नहीं बची ... उन्होंने छात्रों से पूछा - क्या बरनी पूरी भर गई ? हाँ ... 
आवाज आई ... फ़िर प्रोफ़ेसर साहब ने छोटे - छोटे कंकर उसमें भरने शुरु किये h धीरे 
-
धीरे बरनी को हिलाया तो काफ़ी सारे कंकर उसमें जहाँ जगह खाली थी , समा गये , फ़िर 
से प्रोफ़ेसर साहब ने पूछा , क्या अब बरनी भर गई है , छात्रों ने एक बार फ़िर हाँ 
...
कहा अब प्रोफ़ेसर साहब ने रेत की थैली से हौले - हौले उस बरनी में रेत डालना 
शुरु किया , वह रेत भी उस जार में जहाँ संभव था बैठ गई , अब छात्र अपनी नादानी पर 
हँसे ... फ़िर प्रोफ़ेसर साहब ने पूछा , क्यों अब तो यह बरनी पूरी भर गई ना ? हाँ
..
अब तो पूरी भर गई है .. सभी ने एक स्वर में कहा .. सर ने टेबल के नीचे से 
चाय के दो कप निकालकर उसमें की चाय जार में डाली , चाय भी रेत के बीच स्थित 
थोडी़ सी जगह में सोख ली गई ... 

प्रोफ़ेसर साहब ने गंभीर आवाज में समझाना शुरु किया – 


इस काँच की बरनी को तुम लोग अपना जीवन समझो .... 

टेबल टेनिस की गेंदें सबसे महत्वपूर्ण भाग अर्थात भगवान , परिवार , बच्चे , मित्र 
,
स्वास्थ्य और शौक हैं

छोटे कंकर मतलब तुम्हारी नौकरी , कार , बडा़ मकान आदि हैं , और 

रेत का मतलब और भी छोटी - छोटी बेकार सी बातें , मनमुटाव , झगडे़ है .. 
अब यदि तुमने काँच की बरनी में सबसे पहले रेत भरी होती तो टेबल टेनिस की 
गेंदों और कंकरों के लिये जगह ही नहीं बचती , या कंकर भर दिये होते तो गेंदें नहीं 
भर पाते , रेत जरूर आ सकती थी ... 
ठीक यही बात जीवन पर लागू होती है ... यदि तुम छोटी - छोटी बातों के पीछे 
पडे़ रहोगे और अपनी ऊर्जा उसमें नष्ट करोगे तो तुम्हारे पास मुख्य बातों के लिये अधिक समय नहीं रहेगा ... मन के सुख के लिये क्या जरूरी है ये तुम्हें तय करना है । अपने 
बच्चों के साथ खेलो , बगीचे में पानी डालो , सुबह पत्नी के साथ घूमने निकल जाओ
घर के बेकार सामान को बाहर निकाल फ़ेंको , मेडिकल चेक - अप करवाओ ... टेबल टेनिस 
गेंदों की फ़िक्र पहले करो , वही महत्वपूर्ण है ... पहले तय करो कि क्या जरूरी है 
...
बाकी सब तो रेत है .. 

छात्र बडे़ ध्यान से सुन रहे थे .. अचानक एक ने पूछा , सर लेकिन आपने यह 
नहीं बताया 
कि " चाय के दो कप " क्या हैं ? प्रोफ़ेसर मुस्कुराये , बोले .. मैं सोच ही 
रहा था कि अभी तक ये सवाल किसी  ने क्यों नहीं किया ... 
इसका उत्तर यह है कि , जीवन हमें कितना ही परिपूर्ण और संतुष्ट लगे , लेकिन 
अपने खास मित्र के साथ दो कप चाय पीने की जगह हमेशा होनी चाहिये । 

( अपने खास मित्रों और निकट के व्यक्तियों को यह विचार तत्काल बाँट दो .. मैंने 
अभी - अभी यही किया है


    
 




--
Nishant Gor
Bhuj Kutch
Contact +91 9879554770
www.kachchh.webs.com
www.kutchastronomyclub.blogspot.com
www.nishantgor.blogspot.com
www.kutchtour.blogspot.com


¨`•.•´¨) Always
`•.¸(¨`•.•´¨) Keep
(¨`•.•´¨)¸.•´ Smiling!
`•.¸.•´

Monday, November 9, 2009

દિવાળી

દિવાળી (અથવા દિપઆવલી , ઘણી વાર દીપાવલી લખાય છે એ હિન્દુ ધર્મ, શીખ ધર્મ, બુદ્ધ ધર્મ, અને જૈન ધર્મનો મહત્વપૂર્ણ તહેવાર છે અને આ દિવસે સમગ્ર ભારતમાં જાહેર રજા હોય છે.[૧]માનવીની અંદર રહેલા દુર્ગુણો પર સદગુણોના વિજયના પ્રતિકરૂપે તેઓ માટીના નાનકડા કોડિયામાં રૂની દિવેટ બનાવીને મૂકેલા દીવામાં કોપરેલ ભરીને તેને પ્રગટાવે છે.
દિવાળીનો પાંચ દિવસનો ઉત્સવ નવા ચંદ્રના ઉદયની સાથે ઓક્ટોબર 13 અને નવેમ્બર 14ની વચ્ચે આવે છે. હિન્દુ કેલેન્ડર પર તેને અશ્વિન મહિનાના અંતમાં અને કારતક મહિનાની શરૂઆતમાં નવા ચંદ્ર દિવસમાં ગોઠવવામાં આવેલ છે, અશ્વિન મહિનાના અંધારિયા પખવાડિયાના 13મા દિવસથી તે શરૂ થાય છે (અશ્વિનની 28મી તિથિ) અને કાતરક મહિનાના અજવાળિયા પખવાડિયાના બીજા દિવસે (કારતકની બીજી તિથિ)તે પૂરી થાય છે. ઉજવણીના મુખ્ય દિવસોમાં પ્રાદેશિક વૈવિધ્ય છે.
ભારત અને નેપાળના ઘણા વિસ્તારોમાં હિન્દુ માન્યતા અનુસાર 14 વર્ષના વનવાસ બાદ રામના આગમન અને રાવણ પરના તેમના વિજયની ઉજવણીનું આ પર્વ છે. સમય જતાં આ શબ્દ હિન્દીમાં દિવાળી અને નેપાળીમાં દિપાવલીમાં ફેરવાઈ ગયો, પરંતુ આજે પણ ભારતની દક્ષિણ અને પૂર્વની ભાષાઓમાં હજુ પણ આ શબ્દ તેના મૂળસ્વરૂપે જળવાયો છે.
જૈન ધર્મમાં દિવાળી એ 15 ઓક્ટોબર, 527 ઈસ.પૂર્વે મહાવીર દ્વારા મેળવવામાં આવેલા નિર્વાણનું પ્રતિક છે.
છઠ્ઠા શીખ ગુરુ ગુરુ હર ગોબિંદ જી (1595-1644)ને બાદશાહ જહાંગીરે અન્ય 56 હિન્દુ રાજાઓની સાથે ગ્વાલિયરના કિલ્લામાં બંદી બનાવ્યા હતા, તેમને મુક્ત કરાય પરત આવ્યા ત્યારથી તેમની યાદમાં શીખ ધર્મમાં અમૃતસર શહેરને ઝગમગાવવામાં આવે છે અને ત્યારથી દિવાળી મહત્ત્વ ધરાવે છે.અન્ય કેદીઓને મુક્ત કર્યા બાદ તેઓ પવિત્ર શહેર અમૃતસરમાં આવેલ દરબાર સાહિબ (સુવર્ણ મંદિર) ગયા હતા અને ત્યાં લોકોએ મીણબત્તીઓ અને દીવડાઓ પ્રગટાવીને ગુરુને ઉમળકાભેર આવકાર આપ્યો હતો. આ કારણથી શીખો દિવાળીને બંદી છોડ દિવસ- "કેદમાં પૂરાયેલા લોકોની આઝાદીનો દિવસ" પણ કહે છે.
હિન્દુ બહુમતી ધરાવતા દેશ નેપાળના બૌદ્ધધર્મીઓમાંથી નેવાર બૌદ્ધધર્મીઓ પણ આ તહેવાર ઉજવે છે.
ભારત અને નેપાળમાં હવે દિવાળીને રાષ્ટ્રીય તહેવાર ગણવામાં આવે છે અને ધર્મ-સંપ્રદાયના ભેદભાવ વગર નેપાળ અને ભારતના મોટાભાગના લોકો આ તહેવારના ધાર્મિક મહાત્મ્યનો લાભ મેળવે છે.
દિવાળીના પર્વ પર તેલના દીવા.
દિપઆવલી નો અર્થ થાય છે દીવડાઓની હારમાળા (સંસ્કૃત દિપ = દીવડો અને આવલી = હારમાળા, હાર). ઘણી આધુનિક ભાષાઓમાં અને ખાસ કરીને ઉત્તર ભારતમાં તેને દિવાળીના ટૂંકા નામથી ઓળખવામાં આવે છે.
વિવિધ સમુદાયો દિવસોની સંખ્યાને અલગ પાડવા માટે કિધાની ઉજવણી કરે છે.ભારત અને નેપાળમાં મુખ્ય દિવસો સરખા હોવા છતાં અને એક સાથે જ આવતા હોવા છતાં તેઓ અલગ-અલગ ગ્રેગેરિયન મહિનાઓમાં આવે છે, જેનો આધાર જે-તે વિસ્તારમાં પ્રચલિત હિન્દુ પંચાંગની આવૃત્તિ પર રહેલો છે. હિન્દુ પંચાંગની અમંતા ("નવા ચંદ્રનો અંત") આવૃત્તિનો રાષ્ટ્રીય પંચાંગ તરીકે સ્વીકાર કરવામાં આવ્યો છે. દક્ષિણ ભારત અને મહારાષ્ટ્રમાં પ્રચલિત આ પંચાંગ મુજબ અશ્વિન મહિનાના છેલ્લા ચાર દિવસ અને કારતક મહિનાના શરૂઆતના બે દિવસો દરમિયાન, આમ કુલ છ દિવસ સુધી તહેવાર ઉજવવામાં આવે છે.ઉત્તર ભારતમાં પ્રચલિત પૂર્ણિમાંતા ("પૂર્ણ ચંદ્રનો અંત") આવૃત્તિ મુજબ તે અશ્વાયુજા/અશ્વિન મહિનાની મધ્યમાં આવે છે. ગ્રેગેરિયન કેલેન્ડર મુજબ તે સામાન્ય રીતે ઓક્ટોબર કે નવેમ્બર મહિનામાં આવે છે. નેપાળમાં નેપાળી પંચાંગ મુજબ તેની ઉજવણી કરાય છે. આ તહેવાર નેપાળી વર્ષના છેલ્લા ત્રણ દિવસો અને પ્રથમ બે દિવસ દર્શાવે છે.
અયોધ્યા,પુષ્પક વિમાનમાં તેમને ઉડીને જતા દર્શાવતો દિવસ, આ દિવસ હવે દિવાળી તરીકે ઉજવાય છે અસત પર સતના વિજયને પ્રદર્શિત કરતો આ તહેવાર અંતરના અંધકારને ઉલેચવાનો દિવસ પણ છે.રામાયણમાં દર્શાવ્યુ છે તે મુજબ પ્રતિકાત્મક સંદર્ભે તે સદગુણો અને શ્રદ્ધાના ગૃહ આગમનને દર્શાવે છે.
દિવાળીના દિવસે ઘણાં લોકો નવા કપડાં પહેરે છે અને એકબીજાને મિઠાઈ તથા ફરસાણો ખવડાવે છે.કેટલાક ઉત્તરભારતીય વેપારી સમુદાયો દિવાળીના દિવસે તેમના નાણાકીય વર્ષનો પ્રારંભ કરે છે અને નવા ચોપડા શરૂ કરે છે.
આની સાથે હિન્દુઓની ઘણી મહત્વની ઘટનાઓ સંકળાયેલી છે:
રામનું અયોધ્યા આગમન :વનવાસ અને યુદ્ધમાં રાવણના મૃત્યુ પછી 14 વર્ષે અયોધ્યાના રાજા રામ પોતાની પત્ની સીતા અને ભાઈ લક્ષ્મણ સાથે અયોધ્યા પરત ફર્યા તેની ખુશીમાં પણ દિવાળી ઉજવવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે અંધકારભર્યા માર્ગમા પ્રકાશ પાથરવા માટે અયોધ્યાના લોકોએ ઘીના દીવા કર્યા હતા. દક્ષિણ ભારતમાંથી રામે પોતાના ઉત્તર ભારતમાં તેમના રાજ્ય તરફ મુસાફરી કરી હોવાથી તેઓ પહેલા દક્ષિણમાંથી પસાર થયા હતા.આ કારણથી દક્ષિણ ભારતમાં આ તહેવાર એક દિવસ વહેલો ઉજવાય છે.
નરકાસુરનો વધ : દિવાળીના એક દિવસ પહેલા ઉજવાતો નરક ચતુર્દશીનો દિવસ અત્યાચારી રાક્ષસ નરકાસુરનો વધ કૃષ્ણના પત્ની સત્યભામાએ કર્યો હતો. આ ઘટના કૃષ્ણના અવતાર સમયે દ્વાપર યુગમાં બની હતી. અન્ય એક કથા મુજબ, રાક્ષસને કૃષ્ણએ માર્યો હતો ( કૃષ્ણએ પત્ની સત્યભામાને ઈન્દ્રને હરાવવા નર્શને મારવા ઉશ્કેર્યા હતા: ગોવર્ધન પૂજા દિવાળીના એક દિવસ બાદ ઉજવાય છે. આ દિવસે કૃષ્ણએ વરસાદ અને વીજળીના દેવતા ઈન્દ્રને હરાવ્યા હતા. કથા મુજબ, ભગવાન ઈન્દ્રની વાર્ષિક પૂજા માટેની મોટી તૈયારીઓ કૃષ્ણએ જોઈ અને તેમણે આ અંગે પિતા નંદને પ્રશ્ન પૂછ્યા.ગ્રામજનો સાથે તેમણે સાચા ‘ધર્મ’ અંગે ચર્ચા કરી. તેઓ ખેડૂત હતા અને તેમણે કૃષિ તથા પશુધનના રક્ષણ પર ધ્યાન આપવું જોઈએ અને પોતાની ફરજ નિભાવવી જોઈએ. તેઓ સતત એવું કહેતા હતા કે દરેક મનુષ્યએ પોતાની ક્ષમતા મુજબ શ્રેષ્છ રીતે પોતાનું 'કર્મ' કરવું જોઈએ અને કુદરતના તત્વોને પ્રાર્થના કરવી જોઈએ નહિ. ગ્રામજનો કૃષ્ણ સાથે સંમત થઈ ગયા અને વિશેષ પૂજા (પ્રાર્થના) કરી નહિ.આનાથી ઈન્દ્ર ગુસ્સે ભરાયા અને ગામમાં પૂર લાવી દીધું.ત્યાર બાદ કૃષ્ણે ગોવર્ધન પર્વત ઊંચકી લીધો અને તેમના લોકો તથા પશુઓને વરસાદથી બચાવવા માટે તેને પકડી રાખ્યો. આખરે ઈન્દ્રએ પોતાનો પરાજય સ્વીકાર્યો અને કૃષ્ણની સર્વોચ્ચતાને સ્વીકારી.

Thursday, September 17, 2009

આવી આપણી નવરાત્રી








નોરતામાં ઉપવાસ

નવરાત્રિ આવે એટલે મોટા ભાગની બહેનો ઉપવાસ કે એકટાણું કરે છે. આ પાછળનો
તેમનો હેતુ ધાર્મિક તો હોય છે જ, પણ તે સાથે ડાયટિંગ પણ થઇ જાય એવી ઈચ્છા
અંદરખાને ધરાવતી હોય છે. વળી, રાતે ગરબા રમવા જવાનું તો નક્કી જ હોય.
ત્યારે ઘણાંને એસિડિટી, ચક્કર આવવાં જેવી સમસ્યા પરેશાન કરે છે. આવું ન
બને અને નવરાત્રિની મજા ન બગડે એ માટે થોડી કાળજી રાખવી સારી...

નવરાત્રિ દરમિયાન ઉપવાસ કરવા એ જાણે ફેશન બની ગઇ છે. બહેનો ઉપવાસ કે
એકટાણું કરે છે અને ઉપવાસ કર્યા પછી પણ ગરબા રમવા તો જવાનું હોય જ.
કેટલીક બહેનો નકોરડા (કંઇ પણ ખાધા વિના) ઉપવાસ કરતી હોય છે. આ રીતે ઉપવાસ
કરીને તેઓ માને છે કે ડાયટિંગ પણ સાથે થઇ જાય. નવરાત્રિ દરમિયાન વધારે
પડતા નકોરડા ઉપવાસ ન કરવા જોઇએ. ધાર્મિક દ્દષ્ટિએ પણ ઉપવાસ કરતાં હો, તો
પણ શરીરની જરૂરિયાત પ્રમાણે જોઇતો પોષક ખોરાક તો લેવો જ જોઇએ.

ઉપવાસમાં ખાસ ઘ્યાન તો પાણી પીવાનું રાખવું જોઇએ. બહેનો ઉપવાસ કરીને પાછી
મોડી રાત સુધી ગરબા રમે એટલે કયારેક લો-સુગર થવાની શકયતા રહે છે. આથી જો
તમે પણ નવરાત્રિ દરમિયાન ઉપવાસ કરતાં હો, તો આહાર અંગે કાળજી રાખવી ઘણી જ
જરૂરી છે. જો તમે એકટાણું કરતાં હો, તો સવારે રોટલી, દાળ, ભાત, શાક ખાઇ
લેવા અને સાંજે ગરબા રમવા જતાં પહેલાં દૂધ, એકાદ કેળું અથવા કોઇ પણ
બે-ત્રણ નંગ ફ્રૂટ ખાઇને જવું. દિવસ દરમિયાન ૧૨-૧૫ ગ્લાસ પાણી પીવું
જોઇએ.

સાંજના સમયે ફકત દૂધ અને ફ્રૂટ ન લેતાં દૂધની ખીર, સાબુદાણાની ખીર વગેરે
ખાઇ શકાય છે. ઘી વગર ફકત ગોળ(કેમિકલ વિનાના)ની બનાવેલી જુદી જુદી ચિકી
જેમ કે, ડ્રાયફ્રૂટ ચિકી, તલની ચિકી, સીંગની ચિકી ખાવાથી પણ શકિત રહે છે.
ગરબા રમવામાં સ્ટેમિના જળવાય છે અને શરીર હળવું રહે છે.

આ ઉપરાંત, બાફેલાં બટાકાં કે શક્કરિયાં એકાદ નંગ અને દહીં પણ ખાઇ શકાય
છે. ઉપવાસ દરમિયાન ઓછામાં ઓછું એક કેળું તો ખાવું જ જોઇએ. દૂધનો માવો અને
વધારે પડતી મીઠાઇ ખાવાને બદલે મલાઇ વિનાના દૂધમાંથી પનીર બનાવી તેમાં
થોડી ખાંડ ભેળવી, ફ્રૂટ નાખી સંદેશ બનાવીને ખાઇ શકાય. જેથી શકિત મળવાની
સાથે વધારાની ચરબીને દૂર રાખી શકાય છે.

દિવસ દરમિયાન છાશ, લીંબુપાણી અને ફળોનો ઉપયોગ બરાબર કરવો જેથી અશકિત ન
આવી જાય અને ઉપવાસ પણ થઇ જાય. પાણી વધારે પીવાથી ચહેરા પરની ચમક સારી રહી
શકે છે. ફળોનો જયૂસ પીવાથી પણ ચહેરા પરની ચમક જળવાઇ રહે છે.

રાતના સમયે વધારે પડતી વેફર્સ અથવા તળેલા ફરાળી નાસ્તા કે મીઠાઇ ખાવાને
બદલે પોષક ખોરાક ખાવાનો આગ્રહ રાખવો જોઇએ. જેમ કે, જાતજાતના ફળ અથવા ઓછા
તેલવાળી આલુચાટ કે સાબુદાણાની ખીચડી ખાઇ શકાય છે. કોલ્ડ ડ્રિંક્સ પીવાને
બદલે ઠંડું પાણી અથવા ફ્રૂટજયૂસ પીવાનું વધારે સારું રહે છે.

નવરાત્રિ દરમિયાન મોટા ભાગે લોકો આખી રાત ગરબા ગાય છે. ઉપવાસ ન કરતાં હો,
તો આ દરમિયાન ખોરાક બમણો જ થઇ જાય છે. યુવાન પેઢી તો રાતે મોડેથી સૂઇ જાય
છે અને સવારે તો જમવાના સમયે જ જાગે એટલે સવારે નાસ્તો-પાણી કે ફ્રૂટ
ખાવાનો મેળ પડતો જ નથી. જમવાનો જ સમય થઇ જાય પછી બપોરના સમયે નાળિયેર
પાણી, લીંબુ શરબત વગેરે બરાબર પીવાનું રાખવું. રાતે ગરબા રમ્યા પછી દરેક
વ્યક્તિ બહારના નાસ્તા કરવા તરફ વળી જાય છે, પણ તે સમયે જો ખાવાપીવાનું
ઘ્યાન રાખવામાં આવે તો વધુ પડતા ગેસ, એસિડિટી વગેરે તકલીફને દૂર રાખી
શકાય છે.

જો તમે ઉપવાસ ન કરતાં હો તો પણ ગરબા ગાવા જતાં પહેલા થોડો હળવો ખોરાક
ખાવો. જેમ કે, દૂધપૌઆ, દૂધ સીરીયલ અથવા સાદા થેપલાં, દહીં વગેરે ખાઇને
થોડા હળવા થઇ જવાથી વધારે સમય ગરબા ગાઇ શકાશે. સાથે પાણી અવશ્ય પીવાનું
રાખવું. ગરબા રમવા દરમિયાન પરસેવા દ્વારા શરીરમાંથી ઘણું મીઠું ઓછું થઇ
જતું હોય છે.

આવા સમયે ખાંડ-મીઠું નાખેલું લીંબુનું શરબત, શેરડીનો અથવા અન્ય ફળોનો રસ
પણ લઇ શકાય. વધુ પડતાં ભજીયાં કે ભાજીપાઉ ખાવાને બદલે ફ્રૂટજયૂસ અથવા
કોલ્ડ કોફી પીવા વધુ હિતાવહ છે. રાતે ઘરે આવીને ફકત દૂધ પી લેવાથી પણ
સારું રહે છે અને એસિડિટી જેવી સમસ્યાને દૂર રાખી શકાય છે.

ગરબા રમવા એ કસરત જેવુ છે, પણ પોષણ વિનાનો ખોરાક ખાઇને ગરબા રમવાનું
યોગ્ય નથી. આખી રાતનો ઉજાગરો કરવા સાથે આડેધડ બહારનું ખાવાથી તબિયત બગડે
છે. ગેસ, એસિડિટી, અપચો જેવી તકલીફો કાયમ માટે શરીરમાં ઘર કરી જાય છે.
આથી તહેવારોની ઉજવણીમાં સારા કપડાં પહેરીને સુંદર દેખાવાની સાથે બહારના
ખોરાકથી બને એટલા દૂર રહેવાનો પ્રયત્ન કરવો જોઇએ. અત્યારે નાના બાળકોમાં
સ્થૂળતાનું પ્રમાણ વધી રહ્યું છે.

તેનું કારણ પણ મોટાઓએ નાના બાળકોને પાડેલી આડેધડ ખાવાની આદત જ જવાબદાર
છે. મા-બાપ જે કરશે તેનું અનુકરણ બાળકો તો કરવાનાં જ. માતા-પિતાએ એક વાત
સમજવા જેવી છે કે જો તમે બાળકોને પ્રેમ કરતાં હો, તો તેમને તમારો કિંમતી
સમય આપો અને તેમને અડધી રાતે બહાર જમાડવામાં પ્રેમ વધી નથી જતો. તમે
તંદુરસ્ત રહો અને બાળકોને તંદુરસ્ત રહેવાનું શિક્ષણ આપો. ગરબામાં તેમને
લઇ જતાં પહેલા સવારે જ સમજાવી દો કે જો આજે વ્યવસ્થિત ભોજન કરીશ તો જ
સાંજે ગરબા રમવા માટે જવાશે.

ગરબા રમવા માટે બાળકોને સાથે લઇ ગયા પછી પણ હળવો ખોરાક જેમ કે, સેન્ડવિચ
અથવા ફ્રૂટજયૂસ લેવા માટે જ પ્રેરિત કરો. તળ્યા વિનાના નાસ્તા જેવા કે,
ઇડલી-સંભાર, ઢોસા વગેરે સોયાતેલમાં બનાવીને ખાઇ શકાય છે. આ રીતે નવરાત્રિ
દરમિયાન તમે ઉપવાસ કરતાં હો કે ન કરતાં હો, સ્ફૂર્તિથી ગરબા રમવા માટે
અને તમારી ફિટનેસ જળવાઇ રહે એ માટે ઉપર જણાવેલી બાબતોનો ખ્યાલ રાખવો
જરૂરી છે.







--
Nishant Gor
Bhuj Kutch
Contact +91 9428220471
www.kachchh.webs.com
www.kutchastronomyclub.blogspot.com
www.nishantgor.blogspot.com
www.kutchtour.blogspot.com


¨`•.•´¨) Always
`•.¸(¨`•.•´¨) Keep
(¨`•.•´¨)¸.•´ Smiling!
`•.¸.•´