Thursday, September 17, 2009

આવી આપણી નવરાત્રી








નોરતામાં ઉપવાસ

નવરાત્રિ આવે એટલે મોટા ભાગની બહેનો ઉપવાસ કે એકટાણું કરે છે. આ પાછળનો
તેમનો હેતુ ધાર્મિક તો હોય છે જ, પણ તે સાથે ડાયટિંગ પણ થઇ જાય એવી ઈચ્છા
અંદરખાને ધરાવતી હોય છે. વળી, રાતે ગરબા રમવા જવાનું તો નક્કી જ હોય.
ત્યારે ઘણાંને એસિડિટી, ચક્કર આવવાં જેવી સમસ્યા પરેશાન કરે છે. આવું ન
બને અને નવરાત્રિની મજા ન બગડે એ માટે થોડી કાળજી રાખવી સારી...

નવરાત્રિ દરમિયાન ઉપવાસ કરવા એ જાણે ફેશન બની ગઇ છે. બહેનો ઉપવાસ કે
એકટાણું કરે છે અને ઉપવાસ કર્યા પછી પણ ગરબા રમવા તો જવાનું હોય જ.
કેટલીક બહેનો નકોરડા (કંઇ પણ ખાધા વિના) ઉપવાસ કરતી હોય છે. આ રીતે ઉપવાસ
કરીને તેઓ માને છે કે ડાયટિંગ પણ સાથે થઇ જાય. નવરાત્રિ દરમિયાન વધારે
પડતા નકોરડા ઉપવાસ ન કરવા જોઇએ. ધાર્મિક દ્દષ્ટિએ પણ ઉપવાસ કરતાં હો, તો
પણ શરીરની જરૂરિયાત પ્રમાણે જોઇતો પોષક ખોરાક તો લેવો જ જોઇએ.

ઉપવાસમાં ખાસ ઘ્યાન તો પાણી પીવાનું રાખવું જોઇએ. બહેનો ઉપવાસ કરીને પાછી
મોડી રાત સુધી ગરબા રમે એટલે કયારેક લો-સુગર થવાની શકયતા રહે છે. આથી જો
તમે પણ નવરાત્રિ દરમિયાન ઉપવાસ કરતાં હો, તો આહાર અંગે કાળજી રાખવી ઘણી જ
જરૂરી છે. જો તમે એકટાણું કરતાં હો, તો સવારે રોટલી, દાળ, ભાત, શાક ખાઇ
લેવા અને સાંજે ગરબા રમવા જતાં પહેલાં દૂધ, એકાદ કેળું અથવા કોઇ પણ
બે-ત્રણ નંગ ફ્રૂટ ખાઇને જવું. દિવસ દરમિયાન ૧૨-૧૫ ગ્લાસ પાણી પીવું
જોઇએ.

સાંજના સમયે ફકત દૂધ અને ફ્રૂટ ન લેતાં દૂધની ખીર, સાબુદાણાની ખીર વગેરે
ખાઇ શકાય છે. ઘી વગર ફકત ગોળ(કેમિકલ વિનાના)ની બનાવેલી જુદી જુદી ચિકી
જેમ કે, ડ્રાયફ્રૂટ ચિકી, તલની ચિકી, સીંગની ચિકી ખાવાથી પણ શકિત રહે છે.
ગરબા રમવામાં સ્ટેમિના જળવાય છે અને શરીર હળવું રહે છે.

આ ઉપરાંત, બાફેલાં બટાકાં કે શક્કરિયાં એકાદ નંગ અને દહીં પણ ખાઇ શકાય
છે. ઉપવાસ દરમિયાન ઓછામાં ઓછું એક કેળું તો ખાવું જ જોઇએ. દૂધનો માવો અને
વધારે પડતી મીઠાઇ ખાવાને બદલે મલાઇ વિનાના દૂધમાંથી પનીર બનાવી તેમાં
થોડી ખાંડ ભેળવી, ફ્રૂટ નાખી સંદેશ બનાવીને ખાઇ શકાય. જેથી શકિત મળવાની
સાથે વધારાની ચરબીને દૂર રાખી શકાય છે.

દિવસ દરમિયાન છાશ, લીંબુપાણી અને ફળોનો ઉપયોગ બરાબર કરવો જેથી અશકિત ન
આવી જાય અને ઉપવાસ પણ થઇ જાય. પાણી વધારે પીવાથી ચહેરા પરની ચમક સારી રહી
શકે છે. ફળોનો જયૂસ પીવાથી પણ ચહેરા પરની ચમક જળવાઇ રહે છે.

રાતના સમયે વધારે પડતી વેફર્સ અથવા તળેલા ફરાળી નાસ્તા કે મીઠાઇ ખાવાને
બદલે પોષક ખોરાક ખાવાનો આગ્રહ રાખવો જોઇએ. જેમ કે, જાતજાતના ફળ અથવા ઓછા
તેલવાળી આલુચાટ કે સાબુદાણાની ખીચડી ખાઇ શકાય છે. કોલ્ડ ડ્રિંક્સ પીવાને
બદલે ઠંડું પાણી અથવા ફ્રૂટજયૂસ પીવાનું વધારે સારું રહે છે.

નવરાત્રિ દરમિયાન મોટા ભાગે લોકો આખી રાત ગરબા ગાય છે. ઉપવાસ ન કરતાં હો,
તો આ દરમિયાન ખોરાક બમણો જ થઇ જાય છે. યુવાન પેઢી તો રાતે મોડેથી સૂઇ જાય
છે અને સવારે તો જમવાના સમયે જ જાગે એટલે સવારે નાસ્તો-પાણી કે ફ્રૂટ
ખાવાનો મેળ પડતો જ નથી. જમવાનો જ સમય થઇ જાય પછી બપોરના સમયે નાળિયેર
પાણી, લીંબુ શરબત વગેરે બરાબર પીવાનું રાખવું. રાતે ગરબા રમ્યા પછી દરેક
વ્યક્તિ બહારના નાસ્તા કરવા તરફ વળી જાય છે, પણ તે સમયે જો ખાવાપીવાનું
ઘ્યાન રાખવામાં આવે તો વધુ પડતા ગેસ, એસિડિટી વગેરે તકલીફને દૂર રાખી
શકાય છે.

જો તમે ઉપવાસ ન કરતાં હો તો પણ ગરબા ગાવા જતાં પહેલા થોડો હળવો ખોરાક
ખાવો. જેમ કે, દૂધપૌઆ, દૂધ સીરીયલ અથવા સાદા થેપલાં, દહીં વગેરે ખાઇને
થોડા હળવા થઇ જવાથી વધારે સમય ગરબા ગાઇ શકાશે. સાથે પાણી અવશ્ય પીવાનું
રાખવું. ગરબા રમવા દરમિયાન પરસેવા દ્વારા શરીરમાંથી ઘણું મીઠું ઓછું થઇ
જતું હોય છે.

આવા સમયે ખાંડ-મીઠું નાખેલું લીંબુનું શરબત, શેરડીનો અથવા અન્ય ફળોનો રસ
પણ લઇ શકાય. વધુ પડતાં ભજીયાં કે ભાજીપાઉ ખાવાને બદલે ફ્રૂટજયૂસ અથવા
કોલ્ડ કોફી પીવા વધુ હિતાવહ છે. રાતે ઘરે આવીને ફકત દૂધ પી લેવાથી પણ
સારું રહે છે અને એસિડિટી જેવી સમસ્યાને દૂર રાખી શકાય છે.

ગરબા રમવા એ કસરત જેવુ છે, પણ પોષણ વિનાનો ખોરાક ખાઇને ગરબા રમવાનું
યોગ્ય નથી. આખી રાતનો ઉજાગરો કરવા સાથે આડેધડ બહારનું ખાવાથી તબિયત બગડે
છે. ગેસ, એસિડિટી, અપચો જેવી તકલીફો કાયમ માટે શરીરમાં ઘર કરી જાય છે.
આથી તહેવારોની ઉજવણીમાં સારા કપડાં પહેરીને સુંદર દેખાવાની સાથે બહારના
ખોરાકથી બને એટલા દૂર રહેવાનો પ્રયત્ન કરવો જોઇએ. અત્યારે નાના બાળકોમાં
સ્થૂળતાનું પ્રમાણ વધી રહ્યું છે.

તેનું કારણ પણ મોટાઓએ નાના બાળકોને પાડેલી આડેધડ ખાવાની આદત જ જવાબદાર
છે. મા-બાપ જે કરશે તેનું અનુકરણ બાળકો તો કરવાનાં જ. માતા-પિતાએ એક વાત
સમજવા જેવી છે કે જો તમે બાળકોને પ્રેમ કરતાં હો, તો તેમને તમારો કિંમતી
સમય આપો અને તેમને અડધી રાતે બહાર જમાડવામાં પ્રેમ વધી નથી જતો. તમે
તંદુરસ્ત રહો અને બાળકોને તંદુરસ્ત રહેવાનું શિક્ષણ આપો. ગરબામાં તેમને
લઇ જતાં પહેલા સવારે જ સમજાવી દો કે જો આજે વ્યવસ્થિત ભોજન કરીશ તો જ
સાંજે ગરબા રમવા માટે જવાશે.

ગરબા રમવા માટે બાળકોને સાથે લઇ ગયા પછી પણ હળવો ખોરાક જેમ કે, સેન્ડવિચ
અથવા ફ્રૂટજયૂસ લેવા માટે જ પ્રેરિત કરો. તળ્યા વિનાના નાસ્તા જેવા કે,
ઇડલી-સંભાર, ઢોસા વગેરે સોયાતેલમાં બનાવીને ખાઇ શકાય છે. આ રીતે નવરાત્રિ
દરમિયાન તમે ઉપવાસ કરતાં હો કે ન કરતાં હો, સ્ફૂર્તિથી ગરબા રમવા માટે
અને તમારી ફિટનેસ જળવાઇ રહે એ માટે ઉપર જણાવેલી બાબતોનો ખ્યાલ રાખવો
જરૂરી છે.







--
Nishant Gor
Bhuj Kutch
Contact +91 9428220471
www.kachchh.webs.com
www.kutchastronomyclub.blogspot.com
www.nishantgor.blogspot.com
www.kutchtour.blogspot.com


¨`•.•´¨) Always
`•.¸(¨`•.•´¨) Keep
(¨`•.•´¨)¸.•´ Smiling!
`•.¸.•´

Monday, September 7, 2009

My Kachchh Panjo Kutch - Home

My Kachchh Panjo Kutch - Home

Shared via AddThis

સૃષ્ટીના રચયીતા By Sapan Shah


એક વાર સૃષ્ટીના રચયીતા મારા પર પ્રસન્ન થયા
"સપન, માંગ... માંગ... માંગે તે આપું.."
મે કહ્યુ "તમારી સૌથી સુંદર રચના બનાવીને આપો."
તરત જ એમણે કામ શરૂ કર્યું.....

ધરતી પાસેથી એમણે ગંભીરતા લીધી
અને ઝરણા પાસેથી ચંચળતા...
કોયલ પાસેથી એમણે કંઠ લી઼ધો
અને હંસ પાસેથી સુંદરતા...
સુર્ય પાસેથી એનો ઉજાસ લીધો
અને ચંદ્ર પાસેથી શીતળતા....
મોર પાસેથી એમણે કળા લીધી
અને ફુલ પાસેથી કોમળતા....
સાગર પાસેથી એમણે ગહેરાઈ લીધી
અને હિમાલય પાસેથી ઉત્તુંગતા....
પવન પાસેથી એમણે પ્રેમ લીધો
અને મદીરા પાસેથી મદહોશતા....
વૃક્ષ પાસેથી એમણે સાધના લીધી
અને ડાળીઓ પાસેથી લચકતા....
ભમરા પાસેથી એમણે ગુંજન લીધુ
અને બુલબુલ પાસેથી શરમાળતા...

આ બધાને ઉમેરી રચયીતાએ એક ભેટ તૈયાર કરી...
અને જુઓ... મિત્ર તરીકે તમે મને મળી ગયા....

Kavi Shree Sapan Shah
--
Nishant Gor
Bhuj Kutch
Contact +91 9428220471
www.kachchh.webs.com
www.kutchastronomyclub.blogspot.com
www.nishantgor.blogspot.com
www.kutchtour.blogspot.com

¨`•.•´¨) Always
`•.¸(¨`•.•´¨) Keep
(¨`•.•´¨)¸.•´ Smiling!
`•.¸.•´

Tuesday, August 25, 2009

વિચાર કરાવે એવી વાત

વિચાર કરાવે એવી વાત

એક સિગારેટ સળગતી હતી

એક અગરબત્તી સળગતી હતી.

ઘટના એક સરખી જ છે.

બંન્ને સળગે છે.


બંન્ને એના સળગાવનાર ને આનંદ આપે છે.

બંન્ને આદત છે.
બંન્ને વ્યસન છે.

છતાં...

છતાં...


બંન્ને ની સમાજ પર અસર ભિન્ન ભિન્ન પડે છે.

કારણ ??????

બંન્ને ની બનાવટ અને પદાર્થો અલગ અલગ છે.

બંન્ને ની રચના પાછળ હેતુ અલગ છે.

એક બાળે છે.

એક અજવાળે છે.

એક તરફ નફરત છે.

એક તરફ આસ્થા છે.

શું જોઇએ છે હવે???? એ આપના સંસ્કાર પર નિર્ભર છે.



શુભેચ્છા સહ

--
Nishant Gor
Bhuj Kutch
Contact +91 9428220471
www.kutchastronomyclub.blogspot.com
www.nishantgor.blogspot.com
www.kutchtour.blogspot.com


¨`•.•´¨) Always
`•.¸(¨`•.•´¨) Keep
(¨`•.•´¨)¸.•´ Smiling!
`•.¸.•´

Monday, August 24, 2009

બા, મને ચપટી વગાડતાં આવડી ગઈ.

બા, મને ચપટી વગાડતાં આવડી ગઈ.

મારી ચપટી વાગે છે પટ પટ પટ,
જાણે ફૂટે બંદૂકડી ફટ ફટ ફટ,
પેલી બિલ્લી ભાગે છે ઝટ ઝટ ઝટ.
બા, મને બિલ્લી ભગાડતાં આવડી ગઈ.

તું કપડાં ધુએ ભલે ધબ્બ ધબ્બ ધબ્બ,
હું પાણીમાં નહીં કરું છબ્બ છબ્બ છબ્બ,
મારી ચપટી ભીંજાઈ જાય ડબ્બ ડબ્બ ડબ્બ.
બા, મને મુન્ની રમાડતાં આવડી ગઈ.

બા, મને ચપટી વગાડતાં આવડી ગઈ.

-રમેશ પારેખ


--
Nishant Gor
Bhuj Kutch
Contact +91 9428220471
www.kutchastronomyclub.blogspot.com
www.nishantgor.blogspot.com
www.kutchtour.blogspot.com


¨`•.•´¨) Always
`•.¸(¨`•.•´¨) Keep
(¨`•.•´¨)¸.•´ Smiling!
`•.¸.•´

Saturday, August 22, 2009

એક પૂરી કરો એષણાં ને બીજી બળવંત બને, તેમ પણ થાય - -પ્રવિણ

એક પૂરી કરો એષણાં ને બીજી બળવંત બને, તેમ પણ થાય
અંધકાર ને ઓગળવા જાવને બળો તમે, તેમ પણ થાય

માણસ-માણસ વચ્ચે રાખો વિશ્વાસ
ને લાગ જોઈ મિત્ર જ ઘા કરે, તેમ પણ થાય

રાખો વિશ્વાસ છલોછલ તમારી જાત પર
ને પવન આપોઆપ દિશા બદલે, તેમ પણ થાય

શૈતાન ના દિમાગમાં જગાવો માણસાઈ
ને નારિયેળ ના કાચલાં માંથી આંસુ પીગળે, તેમ પણ થાય

તમે છત વાળા ઘરમાં બેસી, મજા લો અનરાધાર વરસાદની
ને ઝૂંપડામાં વરસાદ સાથે આંખો એ વરસે, તેમ પણ થાય

જીવનમાં સંઘર્ષ ના તૂફાનમાં તણાઈ જાવ
ને કદીક મોંજાઓ જ લાવી દે કિનારે, તેમ પણ થાય

વેંત છેટાં હો તમે સફળતાથી
ને તક ચૂકી જતાં નિષ્ફળતા મળે, તેમ પણ થાય

માનવ ઉત્થાન માટે ઝંડો ફરકાવીને ફરો 'પ્રવિણ'
ને તેનું ફીડલું વાળવાં ઘણાં બેઠા હોય, તેમ પણ થાય

-પ્રવિણ કે.શ્રીમાળી

-- 

Nishant Gor
Bhuj Kutch
Contact +91 9428220471
www.kutchastronomyclub.blogspot.com
www.nishantgor.blogspot.com
www.kutchtour.blogspot.com


¨`•.•´¨) Always
`•.¸(¨`•.•´¨) Keep
(¨`•.•´¨)¸.•´ Smiling!
`•.¸.•´

Tuesday, August 18, 2009

નાની મારી આંખ

નાની મારી આંખ એ જોતી કાંક કાંક એ તો કેવી અજબ જેવી વાત છે?

.

પગ મારા નાના એ ચાલે છાના માના એ તો કેવી અજબ જેવી વાત છે?
.

નાક મારુ નાનુ એ સુંઘે ફુલ મજાનુ એ તો કેવી અજબ જેવી વાત છે?
.

નાના મારા કાન એ સાંભળૅ દઈ ધ્યાન એ તો કેવી અજબ જેવી વાત છે?
.

નાના મારા હાથ એ તાળી પાઙે સાથ એ તો કેવી અજબ જેવી વાત છે?


-- 
Nishant Gor
Bhuj Kutch
Contact +91 9428220471
www.kutchastronomyclub.blogspot.com
www.nishantgor.blogspot.com
www.kutchtour.blogspot.com

वन्दे मातरम् | वन्दे मातरम्

वन्दे मातरम् | वन्दे मातरम् 

सुजलां सुफलां मलयजशीतलाम्

शस्यशामलां मातरम् । 

शुभ्रज्योत्स्नापुलकितयामिनीं 

फुल्लकुसुमितद्रुमदलशोभिनीं 

सुहासिनीं सुमधुर भाषिणीं

सुखदां वरदां मातरम् ।। १ ।। वन्दे मातरम् ।


कोटि-कोटि-कण्ठ-कल-कल-निनाद-कराले

कोटि-कोटि-भुजैर्धृत-खरकरवाले, 

अबला केन मा एत बले ।

बहुबलधारिणीं नमामि तारिणीं 

रिपुदलवारिणीं मातरम् ।। २ ।। वन्दे मातरम् ।


तुमि विद्या, तुमि धर्म 

तुमि हृदि, तुमि मर्म

त्वं हि प्राणा: शरीरे 

बाहुते तुमि मा शक्ति, 

हृदये तुमि मा भक्ति, 

तोमारई प्रतिमा गडि 

मन्दिरे-मन्दिरे मातरम् ।। ३ ।। वन्दे मातरम् ।


त्वं हि दुर्गा दशप्रहरणधारिणी 

कमला कमलदलविहारिणी

वाणी विद्यादायिनी, नमामि त्वाम् 

नमामि कमलां अमलां अतुलां 

सुजलां सुफलां मातरम् ।। ४ ।। वन्दे मातरम् ।


श्यामलां सरलां सुस्मितां भूषितां 

धरणीं भरणीं मातरम् ।। ५ ।। वन्दे मातरम् ।।

--
Nishant Gor
Bhuj Kutch
Contact +91 9428220471
www.kutchastronomyclub.blogspot.com
www.nishantgor.blogspot.com
www.kutchtour.blogspot.com


¨`•.•´¨) Always
`•.¸(¨`•.•´¨) Keep
(¨`•.•´¨)¸.•´ Smiling!
`•.¸.•´

Saturday, August 15, 2009

HAPPY AAZADI DIN KARGIL DAY........................

-

Dear all,
 
Let us all pray for our Heroes who gave their today for our tomorrow. Especiallythe touching letter of Capt Thapar to his parents as if he knew before going into the battle that he won't make it back. Also the lady army officer saluting her husband's coffin leaves unforgettable impression. God bless them all,
 

 
WE RECAPTURED OUR LAST HILL FROM PAKISTAN

BUT WE LOST OUR MOST VALUABLE, GREAT WARRIORS, BRAVE BROTHERS .TODAY IT'S TIME TO REMEMBER THEM



A SALUTE TO

OF KARGIL WAR


KARGIL'S FIRST HERO


Lt. Saurabh Kalia

His UNIFORM as a MEMORY
 

Capt.Vikram Batra
Param Vir Chakra(Posthumous)


Grenedier. Yogendra Singh
Param Vir Chakra


RFN .Sanjay Kumar
(Param Vir Chakra)


Major Padmapani Acharya,
Maha Vir Chakra (Posthumous)
Of the 2nd Battalion of The RAJPUTANA RIFLES



Lieutenant Balwan Singh,
Maha Vir Chakra
Of the 18th Battalion of GRENADIERS Regiment


Major M Saravanan,
VirChakra,
1 Bihar


Lieutenant Kanad Bhattacharya,
Sena Medal (Posthumous)(22 YEARS)


Captain Saju Cherian,
Sena Medal
307 Medium Regiment


Lieutenant Keishing Clifford Nangrum,
Maha Vir Chakra (Posthumous)
Of the 12th Battalion of JAMMU AND KASHMIR Light Infantry

Captain R Jerry Prem Raj,
Vir Chakra (Posthumous),
158 Medium Regiment

Major Sonam Wangchuk,
Maha Vir Chakra
Of the LADAKH Scouts


Capt.Vijayant Thapar (Robin)
He Laid down for OUR BETTER TOMORROW
At the age of only 22
www.nishantgor.blogspot.com
www.kutchtour.blogspot.com


¨`•.•´¨) Always
`•.¸(¨`•.•´¨) Keep
(¨`•.•´¨)¸.•´ Smiling!
`•.¸.•´

Tuesday, August 4, 2009

RAXABANDHAN

આજે ઑફિસથી ઘરે જઈશ ઉમંગે-ઉમંગે,

સજાવીશ 'રાખી'ની થાળી ઉમંગે-ઉમંગે.

મૂકીશ ચપટી કંકુ ને સાથે ચપટી ચોખા;

કહીશ - આપણે ક્યાં છે અંતરથી નોખાં?

આજે 'રાખી',છલકે આંસુ બની પ્રેમ બહેનાનો;

જોઇયે છે પ્રેમ,બાકી મને શોખ ક્યાં છે ગહેનાનો?

રેશમી દોરી છે, પણ ગાંઠ મજબૂત છે;

આપણે દૂર છીએ, પણ સંબંધ સાબૂત છે.



યાદ છે બાંધી'તી રાખડી,ને ખવડાવી'તી થોડી મિઠાઈ;

કેવી ભરાઈ હતી આંખડી ,ને પછી લીધી'તી વસમી વિદાય.

યાદ કરું તો ઉમટે છે આંખમાં આંસુનો દરિયો,

પણ હવે તો હું જ મુસાફર ને હું જ ખેવૈયો!

જાતે જ ખોબલો ભરું મોતીનો, ને જાતે જ લુછી લઉ મારાં આંસુ,

શી ખબર 'શમા', આવતી સાલ ફરી વહાવવા પડે આ આંસુ.


--
Nishant Gor
Bhuj Kutch
Contact +91 9428220471
www.kutchastronomyclub.blogspot.com
www.nishantgor.blogspot.com
www.kutchtour.blogspot.com


¨`•.•´¨) Always
`•.¸(¨`•.•´¨) Keep
(¨`•.•´¨)¸.•´ Smiling!
`•.¸.•´